અંધેરીમાં સ્કાયવૉકની દુર્દશા

ચરસીઓ ને દારૂડિયાઓ પડ્યા-પાથર્યા હોય છે તો વળી કૉલેજિયનો અહીં બેસીને ટાઇમપાસ કરતા નજરે પડે છે. અહીં નાખવામાં આવેલી લોખંડની પાઇપો તૂટી ગઈ છે તો વળી સફાઈ ન થતાં જાળાંઓ બાઝી ગયાં છે. કચરાનો ઢગલો થઈ ગયો છે

andheri

સ્કાયવૉક પર સૂતેલા ચરસીઓ.

ઉર્વી શાહ

અંધેરી-ઈસ્ટના સ્કાયવૉક પર રાહદારીઓની અવરજવર ઓછી હોવાથી ટપોરીઓ અને ચરસીઓ માટે એ આર્શીવાદરૂપ બન્યો છે. અહીં ચરસીઓ અને દારૂડિયાઓ પડ્યા-પાથર્યા હોય છે તો વળી કૉલેજિયનો સ્કાયવૉક પર બેસીને ટાઇમપાસ કરતા નજરે પડે છે. યોગ્ય જાળવણીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. અહીં નાખવામાં આવેલી લોખંડની પાઇપો તૂટી ગઈ છે તો વળી સફાઈ ન થતાં જાળાંઓ બાઝી ગયાં છે. કચરાનો ઢગલો જમા થઈ ગયો છે.

સ્કાયવૉક પરથી રોજ પસાર થતા રાજ રાવલે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સ્કાયવૉક પરથી પસાર થતા ક્યાંય સ્વચ્છતાનાં દર્શન નહીં થાય. એક નજરે જોતાં એમ જ લાગે કે આ સ્કાયવૉક છે કે પછી કચરાપેટી. અહીં વિવિધ સમસ્યાઓનાં દર્શન થાય છે.’

સ્કાયવૉક પરની સમસ્યાઓને વિસ્તારથી જોઈએ.

સ્કાયવૉક પર સૂતેલા ચરસીઓ : બપોરના સમયે સ્કાયવૉક પર વચ્ચે આરામથી ચરસીઓ સૂતેલા હોય છે. આવા લોકો સામે પગલાં ભરવામાં નહીં આવે તો તેઓ અહીં અડ્ડો જમાવી દેશે અને ત્યાંથી પસાર થનારી પબ્લિક અને ખાસ કરીને મહિલાઓની સેફ્ટી જોખમમાં મુકાઈ જશે. આખા સ્કાયવૉક પર એક પણ વૉચમૅન નથી. અહીં વૉચમૅનની ખાસ જરૂર છે જેથી આવાં અસામાજિક તત્વો સ્કાયવૉક પર પોતાનો કબજો જમાવી ન શકે.

કોલેજિયનોને ટાઇમપાસ કરવા માટેનું સ્થળ :


સ્કાયવૉક પર બેસીને ટાઇમપાસ કરતા કૉલેજિયનો.


અહીં કૉલેજિયન છોકરી-છોકરાઓ બેસીને પસાર થતા લોકો પર કમેન્ટ કરીને ટાઇમપાસ કરતાં હોય છે તો વળી એકબીજાની હાથમસ્તી કરતાં હોય છે. અહીં બેસી ફૂડ-પૅકેટ ખાઈ કચરો ત્યાં જ ફેંકીને તેઓ ગંદકીમાં વધારો કરે છે. લોકોની અવરજવર ઓછી હોવાથી કેટલીયે વાર પ્રેમી પંખીડાંઓ અહીંથી પસાર થતા લોકોને શરમાવું પડે એવું વર્તન કરતાં જોવા મળે છે.

તૂટી ગયેલી ટાઇલ્સ :


તૂટી ગયેલી ટાઇલ્સો.


સ્કાયવૉક પર તૂટી ગયેલી ટાઇલ્સને કારણે જો અહીંથી રાતના સમયે મોટી ઉંમરની કોઈ વ્યક્તિ પસાર થાય તો ચોક્કસ પડી જાય અથવા તૂટી ગયેલી ટાઇલ્સની જો ધાર વાગી જાય તો લોહી પણ નીકળી શકે છે. આવી ટાઇલ્સને વહેલી તકે રિપેર કરવી જોઈએ જેથી લોકો સરળતાથી પસાર થઈ શકે.

યોગ્ય સફાઈ ન થતાં કચરો થયો જમા :


કચરાને કારણે સર્જાયેલી ગંદકી.


સ્કાયવૉક પર રોજ સફાઈ નથી થતી એ કચરાના ઢગલા જોઈને તરત જ ખ્યાલ આવી જાય. સ્કાયવૉક પરના કચરાને જોતાં તો એમ જ લાગે કે લાંબા સમયથી અહીં સફાઈ કરવામાં આવી જ નથી. સ્કાયવૉક પર જાળાંઓ થઈ ગયાં છે તો વળી પ્લાસ્ટિકની થેલીઓ, પાંદડાંઓ વગેરે પડ્યાં છે જે સમયસર ન ઉપાડવામાં આવતાં કચરારૂપે ફેલાઈ રહ્યાં છે.

પ્રશાસન સ્કાયવૉકની જાળવણી પ્રત્યે થોડી સજાગ થાય તથા સર્જાયેલી સમસ્યાનો અંત લાવીને એને સ્વચ્છ રાખવાનો થોડો પ્રયત્ન કરે જેથી પસાર થતી પબ્લિકને મુશ્કેલી સહન ન કરવી પડે. ખાસ તો અહીં વૉચમૅનની જરૂર છે જેથી અસામાજિક તત્વો ધામા નાખી ન શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK