બ્રિજ કે તળાવ?

અંધેરીના ઈસ્ટ અને વેસ્ટને જોડતા બ્રિજ પર છાપરું ન હોવાથી વરસાદમાં પાણી ભરાતાં પ્રવાસીઓને અસુવિધા

bridge

બ્રિજ પર ભરાયેલું પાણી.

ઉર્વી શાહ

અંધેરી-ઈસ્ટ અને વેસ્ટને જોડતો એકમાત્ર બ્રિજ અનેક સમસ્યાથી ઘેરાયેલો છે ત્યારે વરસાદમાં અહીં સમસ્યામાં વધુ ઉમેરો થાય છે. આ બ્રિજ પર છાપરું ન હોવાને કારણે વરસાદ આવતાં આખા બ્રિજ પર પાણી ભરાઈ જાય છે. પરિણામે આ બ્રિજનો ઉપયોગ કરનારા પ્રવાસીઓને સાઇડમાંથી ચાલવું પડે છે.

અંધેરીમાં કરિયાણાની દુકાન ચલાવતા અને રોજ આ બ્રિજનો ઉપયોગ કરનારા એક દુકાનદારે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘થોડો વરસાદ આવે તો પણ બ્રિજ પર પાણી ભરાય છે. વધુ વરસાદ પડે ત્યારે તો આખા બ્રિજ પર પાણી-પાણી થઈ જવાથી ખૂબ સંભાળીને પસાર થવું પડે છે. અહીં લાઇટનો પણ અભાવ છે. મારી દુકાન પાસે જ હોવાથી હું વેસ્ટમાંથી ઈસ્ટમાં આવવા માટે આ જ બ્રિજનો ઉપયોગ કરું છું, પરંતુ વરસાદમાં સતત ભરાઈ રહેતા પાણીને કારણે હું આ બ્રિજનો ઉપયોગ નથી કરતો. આથી મને લાંબો ફેરો ફરીને આવવું પડે છે. આ બ્રિજ પર જો થોડી પણ સુવિધા આપવામાં આવશે તો વધુ ને વધુ રાહદારીઓ આનો ઉપયોગ કરી શકશે. બ્રિજ પર છાપરાંની સખત જરૂરત છે. ચોમાસામાં ભીંજાઈ જવાય છે અને ઉનાળામાં તાપ લાગે છે. આ બ્રિજ પર પ્રશાસન થોડું ધ્યાન આપી સુવિધા વધારે તો રાહદારીઓને હેરાન નહીં થવું પડે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK