અંધેરીચા રાજા બિરાજમાન થશે અંબાજીધામમાં

ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે લોકોએ ડોનેટ કરેલા સોનામાંથી બનેલો સવા કરોડ રૂપિયાનો મુગટ પહેરશે ગણપતિબાપ્પા


andheri



અંકિતા સરીપડિયા

આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિના અંધેરીચા રાજાને આ વર્ષે ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. એ નિમિત્તે મંડળે ગુજરાતના અંબાજીમાતાના ધામની થીમ પસંદ કરી છે, જેનું હાલમાં પુરજોશમાં કામ ચાલી રહ્યું છે અને બાપ્પાના આગમન પહેલાં ૧૩ સપ્ટેમ્બરે કામ પૂર્ણ થઈ જવાની શક્યતા છે.

અંધેરી (વેસ્ટ)માં વીરા દેસાઈ રોડ પર આવેલા આઝાદનગરમાં બેસતા અંધેરીચા રાજાની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનમાં ૬૦ ફીટ હાઇટ એટલે કે પાંચ માળ સુધીના ઊંચા અને આશરે ૩૦૦૦ સ્ક્વેર ફીટની જગ્યામાં અંબાજીધામની પ્રતિકૃતિ બનશે. એ સાથે સુધરાઈ દ્વારા અંધેરીચા રાજા પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે, જેનું આવતા અઠવાડિયે ઉદ્ઘાટન કરવામાં આવશે. ગયા વર્ષે બાપ્પાના સુવર્ણ મુગટ માટે શરૂ કરેલી ઝુંબેશમાં ભેગા થયેલા સોનામાંથી બાપ્પાનો રિયલ ડાયમન્ડ અને રુબી સ્ટોનથી જડેલો સોનાનો મુગટ તૈયાર થશે અને બાપ્પાને પહેરાવવામાં આવશે.

ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનની તૈયારી વિશે આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિના ઉદય સાલિયને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વર્ષે પસંદ કરવામાં આવેલી અંબાજીધામની થીમમાં અમે હૂબહૂ અંબાજી ઊભું કર્યું છે. એમાં ઓપન ટુ સ્કાય મંદિરનું ડેકોરેશન છે. જે લોકો અંબાજીનાં દર્શને નથી ગયા તે લોકોને અહીંથી અંબાજીધામનાં દર્શનનો લાભ મળી શકશે. મુંબઈનું સૌથી મોટું આ ડેકોરેશન છે જે પાંચ માળ સુધીનું બનશે. માનતાના ગણપતિ તરીકે ઓળખાતા અંધેરીચા રાજાનું આગમન ૧૩ સપ્ટેમ્બરે થશે અને ૮.૫ ફુટ હાઇટની મૂર્તિ રહેશે. આ પ્રસંગે ગણેશોત્સવ દરમ્યાન આઝાદનગરના વિસ્તારમાં આવેલાં ૩૦ જેટલાં બિલ્ડિંગોમાં પણ લાઇટિંગ લગાવવામાં આવશે.’

અંધેરીચા રાજાનાં દર્શન માટે ઠેકઠેકાણેથી અનેક લોકો આવતા હોવાથી આ સ્થળને એક લૅન્ડમાર્ક મળે એ હેતુથી મંડળે સુધરાઈને અહીં એક ગેટ બનાવવા ઍપ્લિકેશન આપી હતી. બે વર્ષ બાદ મંજૂરી મળતાં છ મહિનાના સમયમાં આ ગેટ તૈયાર કરવામાં આવ્યો છે. આશરે ૨૦ લાખના ખર્ચે બનેલા આ ગેટને અંધેરીચા રાજા પ્રવેશદ્વાર નામ આપવામાં આવ્યું છે અને જેનું આવતા અઠવાડિયામાં ઉદ્ઘાટન થશે. મુંબઈનું આ પહેલું ગણેશમંડળ છે જેને સુધરાઈએ પોતાના ખર્ચે ગેટ બનાવી આપ્યો છે. આ ગેટ વીરા દેસાઈ રોડને સમાંતર છે.

અંબાજીધામનું ડેકોરેશન ગુજરાતી ડેકોરેટર ધર્મેશ શાહ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ડેકોરેશનમાં ૪૧ ટન ફાઇબર અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગણપતિના ઉત્સવથી નવરાત્રિના ઉત્સવ સુધી આ રેપ્લિકા એમ ને એમ જ રાખવામાં આવશે, જેનો શૂટિંગ માટે પણ લોકો ઉપયોગ કરી શકશે. નવરાત્રિના ઉત્સવમાં માતાજીની પ્રતિમા આ જ મંડપમાં બેસાડવામાં આવશે.

સવા કરોડનો મુગટ

અંધેરીચા રાજાને ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હોવાથી ગયા વર્ષે મંડળ દ્વારા બાપ્પાના સુવર્ણ મુગટ માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં કામ કરનારા મજૂરથી લઈને સેલિબ્રિટીઓએ સોનું દાન કર્યું હતું. એ ભેગા થયેલા સોનામાંથી બાપ્પા માટે રિયલ ડાયમન્ડ અને રુબી સ્ટોનથી જડિત ત્રણ કિલો ૧૦૦ ગ્રામ વજનનો અને સવા કરોડ રૂપિયાની કિંમતના સોનાનો મુગટ બનાવવામાં આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK