અંધેરી બ્રિજની હોનારત માટે કોઈ જ જવાબદાર નથી?

મુંબઈ હાઈ કોર્ટે ગઈ કાલે BMCની આકરી ઝાટકણી કાઢીને કહ્યું કે તમે હાથ ઊંચા કરી ન શકો, જવાબદારી તમારી છે

bridge

મંગળવારે અંધેરી સ્ટેશન પાસે ટ્રૅક પર રોડ ઓવરબ્રિજની ફુટપાથનો હિસ્સો તૂટી પડવાની ઘટના પર મુંબઈ હાઈ કોર્ટે BMCની અત્યંક આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે ‘અંધેરીની બ્રિજ-દુર્ઘટનામાં કોઈ પણ જવાબદાર નથી એવું કેવી રીતે બની શકે? નગરસેવક અને વૉર્ડ-અધિકારીઓને કેમ ક્યારેય જવાબદાર ગણવામાં આવતા નથી?’

એલ્ફિન્સ્ટન રેલવેના ફુટઓવર બ્રિજ પર નાસભાગની ઘટના સંદર્ભમાં સ્મિતા ધ્રુવે અરજી કરી હતી. એની પર સુનાવણી દરમ્યાન ગઈ કાલે હાઈ કોર્ટે અંધેરીની બ્રિજ-દુર્ઘટનાનો મુદ્દો ઉપાડીને ગ્પ્ઘ્ને આડે હાથ લેતાં કહ્યું હતું કે ‘મુંબઈમાં નાગરિકોને સુવિધા પૂરી પાડવા માટે અને એના સંદર્ભમાં અકસ્માત માટે પણ BMC જ પહેલી જવાબદાર છે. BMC પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી શકે નહીં. બ્રિજ પડવાની રાહ કેમ જુઓ છો? BMCએ બધા બ્રિજનું આ પહેલાં જ ઑડિટ કેમ કર્યું નહોતું?’

એલ્ફિન્સ્ટનનો નવો ફુટઓવર બ્રિજ પબ્લિક માટે ખુલ્લો મુકાયો

એલ્ફિન્સ્ટન રોડ અને પરેલ સ્ટેશનને કનેક્ટ કરતો ફુટઓવર બ્રિજ ગઈ કાલે વેસ્ટર્ન રેલવેએ પબ્લિક માટે ખુલ્લો મૂક્યો હતો. આનાથી સબર્બન ટ્રેનના પ્રવાસીઓને ઘણી રાહત મïળશે. ૭૩ મીટર લાંબા અને ૬ મીટર પહોળા આ ફુટઓવર બ્રિજનું કામ ગયા વર્ષની ૨૯ સપ્ટેમ્બરે નાસભાગની બનેલી દુર્ઘટનામાં ૨૩ લોકો મૃત્યુ પામ્યા એ પછી હાથ ધરવામાં આવ્યું હતું. મંગળવારે આ બ્રિજનું બાંધકામ પૂરું થયું હતું અને ગઈ કાલે કોઈ પણ ફંક્શન વિના આ બ્રિજ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK