૫૦૦ કર્મચારીઓની મદદથી વેસ્ટર્ન રેલવે ૭ કલાકમાં ટ્રેનવ્યવહાર પૂર્વવત કરી શકી

રેલવે-ટ્રૅક પર પડેલા ફુટપાથના હિસ્સાને હટાવવા માટે તોતિંગ ક્રેન ઘટનાસ્થળે લાવવામાં આવી હતી.

andheri2

રાજેન્દ્ર બી. આકલેકર

મંગળવારે સવારે ૭.૩૦ વાગ્યે અંધેરીમાં ઈસ્ટ-વેસ્ટને જોડતા ગોખલે રોડ ઓવરબ્રિજની ફુટપાથ તૂટી પડ્યા બાદ આશરે ૧૦૦૦ ક્યુબિક મીટર કાટમાળ રેલવે-ટ્રૅક પર પડ્યો હતો, પણ વેસ્ટર્ન રેલવેએ આશરે ૫૦૦ કર્મચારીઓની મદદથી એને ૭ કલાકમાં હટાવીને રેલવે-સર્વિસ પૂર્વવત કરી હતી. આ કર્મચારીઓએ ૪૦૦ ક્યુબિક મીટર કાટમાળ હટાવી દીધો છે અને બાકીનો કાટમાળ આજે હટાવી દેવામાં આવશે. કાટમાળમાં ફુટપાથનો હિસ્સો, ઓવરહેડ વાયરો, કેબલના વાયરો, રેલવેના થાંભલા અને સિગ્નલ ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ છે.

andheri1

ત્રણ એક્સકેવેટર્સ અને એક હાઇડ્રા-ક્રેનને કચરો ઉપાડીને ઉપરના ભાગમાં મોકલવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. કાટમાળ પડવાના કારણે રેલવેને પાવર-સપ્લાય કરતા બ્ણ્ચ્ અને વાયરોને ફિટ રાખતા માસ્ટને નુકસાન થયું હતું. તાત્કાલિક વીજળી-પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ૧૩ ટાવર-વૅગન્સની મદદથી આ વાયરોને બરાબર કરવામાં આવ્યા હતા. વાંકા વળી ગયેલા થાંભલાને સપોર્ટિંગ ઍન્ગલ્સની મદદથી સીધા કરવામાં આવ્યા હતા. ૧૦૦ મીટર જેટલા લાંબા વાયરો અને માસ્ટને બદલવામાં આવ્યા હતા. સિગ્નલ-કેબલ અને બે લોકેશન-બૉક્સ બદલવામાં આવ્યાં હતાં.

a ndheri

ગોખલે બ્રિજને બંધ કરવામાં આવ્યો

ગોખલે બ્રિજના જૉઇન્ટ ઑડિટ માટે હજી સુધી રેલવે અને BMCએ કોઈ તારીખ નક્કી કરી નથી, પણ આ બ્રિજને હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે અને આ બ્રિજ પરનો ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. જૉઇન્ટ સેફ્ટી ઑડિટ ટંૂક સમયમાં હાથ ધરવામાં આવશે. આ બ્રિજને બંધ કરવામાં આવતાં અંધેરીમાં ઈસ્ટ-વેસ્ટના ટ્રાફિકને જોરદાર અસર પડી છે અને મોટરિસ્ટો પરેશાન છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK