અંધેરીમાં વૉર્ડ-ઑફિસર પર ફેરિયાઓએ કર્યો અટૅક

MIDC પોલીસે ત્રણ હૉકર્સની કરી અરેસ્ટ, ઘટનાનો વિડિયો વાઇરલ

andheri

શહેરના રસ્તાઓ પર ગેરકાયદે રીતે અડ્ડો જમાવીને બેઠલા ફેરિયાઓના એક જૂથે અંધેરીમાં BMCના અસિસ્ટન્ટ કમિશનર સહિતના કર્મચારીઓ પર છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વાર હુમલો કરવાની ઘટના બની હતી.

અંધેરી K-ઈસ્ટ વૉર્ડમાં ગઈ કાલે બપોરે અઢી વાગ્યે કૉન્ડિવિટા રોડ પર, બુધવારે સાંજે સાડાછ વાગ્યે સુરેન રોડ પર તેમ જ સાંજે સાડાસાત વાગ્યે અંધેરી-કુર્લા રોડ પર ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી દરમ્યાન અસિસ્ટન્ટ કમિશનર દેવેન્દ્ર જૈન સહિત પાંચથી છ કર્મચારીઓ પર એક જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે MIDC પોલીસે ત્રણ જણ સામે BMCના કર્મચારીઓ પર હુમલો કરવાના આરોપસર ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને ગુરુવારે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણે આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા.

અંધેરીમાં દબાણો હટાવવાની કામગીરી દરમ્યાન BMCના ઉચ્ચ કર્મચારી પર થયેલા હુમલાનો એક વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વિડિયો-ફુટેજમાં અમુક લોકો અસિસ્ટન્ટ કમિશનર દેવેન્દ્ર જૈનનું શર્ટ ફાડીને તેમને મારી રહ્યા હોવાનું દેખાય છે અને સાથી કર્મચારીઓ દેવેન્દ્ર જૈનને દૂર લઈ જતા દેખાય છે. બાદમાં પોલીસ ઍક્શનમાં આવી હતી અને હુમલાખોર ટોળાને વિખેરવા હળવો લાર્ઠીચાજ કર્યો હતો.

અસિસ્ટન્ટ કમિશનર દેવેન્દ્ર જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટના આદેશ અનુસાર રોડ પરનાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી છેલ્લા અમુક સમયથી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમ્યાન બુધવારે બે વખત મારા સહિત અન્ય કર્મચારીઓ પર હુમલો થયો હતો અને ગઈ કાલે બપોરે પણ અમને ધક્કે ચડાવવામાં આવ્યા હતા. અમે પોલીસ-પ્રોટેક્શન સાથે દબાણો હટાવવાની કામગીરી કરી રહ્યા છીએ. હજી પણ આ વિસ્તારમાં ગેરકાયદે હૉકર્સને હટાવવાની ઝુંબેશ શરૂ રાખીશું. આ ઘટના વિશે અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.’

અંધેરીના સ્થાનિક રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઠવલે)ના આગેવાન નવીન લાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દબાણ હટાવ કામગીરી કરવાના બહાને કાયદેસરના વેપારીની દુકાન પર તોડફોડની કાર્યવાહી કરીને વૉર્ડના કર્મચારીઓ નિદોર્ષ લોકોની મારઝૂડ કરીને ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. ગેરકાયદે હૉકર્સને ફૂલવા-ફાલવા દેવામાં આ જ વૉર્ડના અમુક અધિકારીઓની સંડોવણી છે. તેમની સામે પણ તપાસ કરવી જોઇએ.’

MIDC પોલીસે જણાવ્યું હતું કે ‘K-ઈસ્ટ વૉર્ડના જુનિયર એન્જિનિયર શ્રીકાંત પાટીલની ફરિયાદ અનુસાર તેઓ ગેરકાયદે બાંધકામ અને વૉર્ડના રસ્તાઓ પર દબાણો હટાવવાની કાર્યવાહી બીજી ઑગસ્ટે સાંજે છથી આઠ વાગ્યા દરમ્યાન કરી રહ્યા હતા એ સમયે એક ટોળામાંથી ત્રણ જણે દેવેન્દ્ર જૈન અને તેમની સાથેના અન્ય કર્મચારીઓ પર હુમલો કરીને કાર્યવાહી અટકાવવાની કોશિશ કરી હતી. અમે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ત્રણે આરોપીઓને કોર્ટે પંદર-પંદર હજાર રૂપિયાના વ્યક્તિગત જામીનની શરતે મુક્ત કર્યા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK