ગુમ થયેલો અંધેરીનો યુવાન ૧૧ દિવસ બાદ બેહોશ મળ્યો

૩૦ સપ્ટેમ્બરે વ્યારામાં ઉઘરાણી કરવા ગયેલો યુવક શનિવારે રાત્રે જોગેશ્વરી-અંધેરી વચ્ચે હાઇવે પરથી મળ્યો : તેનું વૉલેટ, મોબાઇલ અને રોકડ રકમ ગાયબ : તે કોઈને ઓળખતો નથી

andheri missing case



૩૦ સપ્ટેમ્બરે મુંબઈથી સુરત પાસેના વ્યારામાં ઉઘરાણી કરવા ગયેલો અને એ જ દિવસથી ગુમ થયેલો અંધેરીનો ૩૫ વર્ષનો કચ્છી યુવક અમિત વીરજી નંદુ શનિવારે રાતે સાડાદસ વાગ્યે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના જોગેશ્વરી-અંધેરી સર્વિસ-રોડ પરથી મળ્યો હતો. તે બેહોશ હતો. ગત ૧૧ દિવસોમાં શું થયું હતું એની તેને કશી જાણ નથી.

અંધેરી (વેસ્ટ)ના ચાર બંગલા પાસેની સીમા સોસાયટીમાં રહેતો અમિત ગુમ થયા બાદ DN નગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અમિતના મોટા ભાઈ નવીન નંદુએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિ નામના એક યુવકે શનિવારે બપોરે મારા પપ્પાને ફોન કરીને કહ્યું હતું કે તેણે અમિતને શુક્રવારે બોરીવલીમાં જોયો હતો. એટલે હું અને મારો કઝિન અમિતને શોધવા મોટરસાઇકલ પર નીકળ્યા હતા, પણ અમને અમિત ક્યાંય દેખાયો નહોતો. દરમ્યાન અમે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના સર્વિસ-રોડ પર એક યુવકને ગંદાં કપડાંમાં જોયો હતો. તેની નજીક જતાં અમને ખબર પડી કે તે અમિત હતો. તેની માનસિક હાલત સારી નહોતી. તે અમને ઓળખતો નહોતો અને તેના શરીરમાં નબળાઈ હતી એથી અમે તેને ઘરે લઈ ગયા હતા. તેની પાસે મોબાઇલ, વૉલેટ, ઉઘરાણીની રકમ અને રેડીમેડ કપડાંમાંનું કશું નહોતું. તે ઘરેથી જે કપડાં પહેરીને ગયો હતો એ પણ બદલાઈ ગયાં હતાં. ગઈ કાલે સવારે અમે તેને અમારા ફૅમિલી ડૉક્ટર પાસે લઈ ગયા હતા, પરંતુ તેને હૉસ્પિટલમાં ઍડમિટ કરવા કહ્યું એથી અમે સવારે જુહુમાં આવેલી ભારતીય આરોગ્ય નિધિ હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને ત્ઘ્શ્માં રાખવામાં આવ્યો છે. ડૉક્ટરે તેના યુરિન અને બ્લડ સહિતના રિપોર્ટ કઢાવ્યા છે. અમિતને હોંશમાં આવતાં બે-ત્રણ દિવસ લાગશે એવું ડૉક્ટરે જણાવ્યું છે.’ 

અંધેરીમાં રહેતા રવિ દેસાઈ નામના અમિતના એક મિત્રે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને અમિત સ્કૂલમાં સાથે ભણતા હતા. મેં તેને શુક્રવારે બપોરે બોરીવલી (ઈસ્ટ)ના હાઇવે પરના દશામાના મંદિરના ઓટલે બેઠેલો જોયો હતો. હું મારા કામ સંદર્ભે જઈ રહ્યો હતો એટલે તેની સાથે કોઈ વાતચીત થઈ શકી નહોતી, પરંતુ વૉટ્સઍપ પર સ્કૂલના જૂના મિત્રોના ગ્રુપ પર શનિવારે તેના પરિવારે મોકલેલો મિસિંગનો મેસેજ જોયો એથી તેના પપ્પાને ફોન કરીને તેનું લોકેશન જણાવ્યું હતું.’

DN નગર પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમિતના પરિવારના લોકો આવ્યા હતા અને તે જોગેશ્વરીમાંથી મળ્યો હોવાનું કહ્યું હતું. અમિત અત્યારે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. વધુ તપાસ ચાલી રહી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK