9નો ભોગ લેનારા મેડિકલ સ્ટોર પાસે લાઇસન્સ જ નહોતું

ઘરનો બીજો માળ પણ ગેરકાયદે હતો

medical


તન્વી દેશપાંડે

જુહુ ગલીમાં ગઈ કાલે જ્યાં આગ લાગેલી એ દવાની દુકાન વફા મેડિકલ પહેલેથી મુશ્કેલીમાં હતી. ૧૫ જૂને BMCએ આ દુકાનને નોટિસ આપી હતી, કારણ કે એની પાસે BMCના આરોગ્ય-વિભાગ અથવા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનનું લાઇસન્સ નહોતું.

ધ્ વેસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પરાગ મસુરકરે કહ્યું હતું કે ‘આ બધાં ઝૂંપડાંઓ ૨૦૦૦ના વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યાં હતાં એટલે એમને કાયદાનું રક્ષણ છે. આ ઝૂંપડાંઓને વૈકલ્પિક જગ્યા આપવાની જવાબદારી SRAની છે. ત્યાર બાદ જ અમે આ જગ્યાઓ તોડી શકીએ. SRA જગ્યા તોડવાની યોજના બનાવે છે અને અમે એને ટેકો આપીએ છીએ. જ્યાં રીડેવલપમેન્ટની યોજના બનાવવામાં આવી હોય ત્યાં SRA પ્લાનિંગ ઑથોરિટી બને છે. હવે અમે સર્વેક્ષણ કરીશું અને જે વિસ્તારોનું રીડેવલપમેન્ટ નથી થવાનું એમને ઓળખી કાઢીશું અને આ વિસ્તારોનાં ગેરકાયદે બાંધકામોનું સર્વેક્ષણ ચાલુ કરીશું.’

નિયમ મુજબ ઝૂંપડપટ્ટી ૧૪ ફુટ થી ઊંચી ન હોઈ શકે, પણ ખાનફૅમિલીનું ઘર તો ગ્રાઉન્ડ પ્લસ બે માળનું હતું જેમાં બીજો માળ ગેરકાયદે હતો. પરાગ મસુરકરને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે શા માટે ઉપરનો ગેરકાયદે માળ તોડી પાડવામાં નહોતો આવ્યો જ્યારે એ BMCના કાર્યક્ષેત્રમાં આવે છે? ત્યારે પરાગ મસુરકરે કબૂલ કર્યું હતું કે BMC પાસે પૂરતું માનવબળ નથી. તેમણે કહ્યું હતું કે ‘આ એક ગીચ ઝૂંપડપટ્ટી છે અને અહીં ૬૫,૦૦૦ લોકોની વસ્તી છે. તમામ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા અમને ઘણા મોટા માનવબળની અને પોલીસ-સંરક્ષણની જરૂર છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK