જુહુના દરિયાકિનારે 30 ફૂટ લાંબી વ્હેલ માછલી તણાઈ આવી

લગભગ 4 ટન વજન ધરાવતી મહાકાય માછલીને લઈને લોકોને જોણું થયું



whale


મુંબઈ : તા, 29 જાન્યુઆરી

મુંબઈના જૂહુના દરિયા કિનારે 30 ફૂટ લાંબી અને લગભગ 4 ટન જેટલુ વજન ધરાવતી મહાકાય વ્હેલ માછલી તણાઈ આવી હતી. વ્હેલ સમુદ્ર કિનારે પહોંચી તે પહેલા જ તેનું મૃત્યું નિપજી ચુક્યું હોવાનું સૂત્રએ જણાવ્યું હતું.

મહાકાય વ્હેલ માછલીને લઈને લોકોને જોણું થયું છે અને મોટી સંખ્યામાં લોકો જુહુના દરિયાકિનારે એકત્ર થયા હતાં. વ્હેલને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Whale


બુધવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ નજરે ચડેલી વ્હેલ પાણીમાં તણાઈને જુહુ કિનારી આવી પહોંચી હતી. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ વ્હેલને બ્રાઈડ વ્હેલના નામથી પણ ઓળખવામાં આવે છે. વ્હેલનું તણાઈને દરિયાકિનારે આવવાની ઘટનાઓમાં થોડા સમયમાં વધારો નોંધાયો છે. થોડા દિવસ અગાઉ જ તમિળનાડુના તૂતીકોરનના દરિયાકિનારે નાની પાંખો ધરાવતી 80 જેટલી પાયલેટ વ્હેલ માછલીઓ તણાઈ આવી હતી. જેમાંથી 45 મૃત્યું પામી હતી.

Whale


તેવી જ રીતે ગત વર્ષે મુંબઈ નજીકના અલીબાગના દરિયે એક વ્હેલ આવી હતી. સમુદ્રમાં તેને પરત ધકેલવા માટે હાથ ધરાયેલી 10 કલાકની કાર્યવાહી બાદ આખરે વ્હેલે દમ તોડી દીધો હતો. મુંબઈના મરીન લાઈન્સના દરિયા કિનારે પણ એક મોટી માછલી તણાઈ આવી હતી. જેનો ક્રેન વાટે નિકાલ કરવામાં આવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK