હૉસ્પિટલના ૬૦ લાખ રૂપિયા આપશે રેલવે

માસ્ટર્સ ઇન આર્કિટેક્ચર ભણવા જઈ રહેલી પુત્રીને મૂકવા આખો પરિવાર કૅનેડા જવાનો હતો : ૧૬ ઑગસ્ટે મનોજભાઈનો જન્મદિવસ હતો જેની ઉજવણીની તૈયારીઓ થઈ ગઈ હતી : નાણાવટી હૉસ્પિટલનું બિલ રેલવે ભરશે અને તેમનાં પત્નીને ચાર લાખ રૂપિયા મદદરૂપે આપશે

manoj

પ્રીતિ ખુમાણ ઠાકુર

વિલે પાર્લેમાં રહેતા જૈન પરિવારના બાવન વર્ષના મનોજ મહેતા ત્રીજી જુલાઈએ અંધેરીના ગોખલે બ્રિજની હોનારતમાં ગંભીર રીતે જખમી થયા હતા અને રવિવારે સાંજે સાડાસાત વાગ્યે નાણાવટી હૉસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. મનોજ મહેતાનું સૌથી મહત્વનું સપનું અધૂÊરું રહી ગયું છે. તેમની દીકરીને આગળનો અભ્યાસ કરવા કૅનેડા મોકલવાની હતી અને ઑગસ્ટમાં આખો પરિવાર પણ કૅનેડા જવાનો હતો, પરંતુ હવે આવતા વર્ષે જશે. બીજી બાજુ રેલવે, પોલીસ વગેરે દ્વારા મળેલી મદદ અને સહકારથી પરિવારને ઘણી હિંમત મળી હતી. ગઈ કાલે વિલે પાર્લેની સ્મશાનભૂમિમાં બપોરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વિલે પાર્લે (વેસ્ટ)માં ચર્ચ રોડ પર આવેલા કૃષ્ણરાજ બિલ્ડિંગમાં બે દીકરીઓ અને પત્ની સાથે રહેતા મનોજ મહેતાએ રવિવારે સાંજે અંતિમ શ્વાસ લીધો હતો. મનોજભાઈ CA અને એક સફળ બિલ્ડર હતા. લગભગ ૧૯૭૩થી બોઇસર અને પાલઘરમાં તેમના અનેક બિલ્ડિંગ-પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. તેમણે નાના ભાઈ રાજેશ મહેતા સાથે ભાગીદારીમાં રાજેશ કન્સ્ટ્રક્શન કંપની બનાવી છે. મનોજભાઈ રોટરી ક્લબ ઑફ પાલઘરના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પણ હતા તેમ જ અનેક સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. પોતાના શેડ્યુલમાં ખૂબ વ્યસ્ત રહેતા હોવા છતાં સામાજિક કામ માટે તેઓ હંમેશા સમય કાઢતા હતા.

સપનામાં પણ ક્યારેય આવું વિચાર્યું નહોતું એમ જણાવતાં મનોજભાઈના નાના ભાઈ રાજેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરરોજની જેમ મનોજભાઈ ત્રીજી જુલાઈએ અંધેરીના પ્લૅટફૉર્મ-નંબર આઠ પર સવારના ૭.૩૮ વાગ્યાની અંધેરી-દહાણુ લોકલની રાહ જોઈને ઊભા હતા. પાલઘરમાં કામ ચાલી રહ્યું હોવાથી તેઓ દરરોજ પાલઘર જતા હતા. એ વખતે બ્રિજનો કાટમાળ તેમના પર પડ્યો હતો જેને કારણે તેઓ ગંભીર રીતે જખમી થયા હતા. છેલ્લા પચીસ દિવસથી તેઓ નાણાવટી હૉસ્પિટલના ICUમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ સ્પાઇન અને અન્ય જગ્યાએ ઈજાઓ થઈ હતી અને ખાસ કરીને કિડની પણ કામ કરી રહી નહોતી અને ધીરે-ધીરે તેમનાં ઑર્ગન્સ ફેલ થવા લાગ્યાં હતાં. મનોજભાઈએ પોતાની રીતે મોત સામે લડવાના ખૂબ પ્રયત્નો કર્યા હતા, પરંતુ ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ અમને છોડીને જતા રહેશે.’

રેલવેએ ખૂબ મદદ કરી એમ જણાવીને રાજેશભાઈએ કહ્યું હતું કે ‘આ બનાવ બનતાં અમે તો ભારે આઘાતમાં હતા; પરંતુ પોલીસ, રેલવે બધાએ અમને ખૂબ મદદ કરી છે. ભાઈ જખમી હતા ત્યારે પરિવારને એક લાખ રૂપિયા કૉમ્પેન્સેશનના આપ્યા હતા. ત્યાર બાદ નાણાવટીમાં પચીસ દિવસથી ઇલાજ ચાલી રહ્યો હતો ત્યાં પણ રેલવેએ હૉસ્પિટલને કહ્યું હતું કે પરિવાર પાસેથી કોઈ પૈસા લેવાના નથી. તેમના ઇલાજનું બિલ લગભગ ૬૦ લાખ રૂપિયાની આસપાસનું થયું છે અને એ પણ રેલવે ભરશે. ઉપરાંત ચાર લાખ રૂપિયાનો ચેક રેલવે-પ્રશાસન દ્વારા મનોજભાઈનાં પત્ની સોનલભાભીના નામ પર આપવામાં આવશે એવું રેલવે-અધિકારીઓ અમને કહીને ગયા છે. નાણાવટીનું બિલ અપાયું નહોતું છતાં તેમણે ભાઈની ડેડ-બૉડી અમને આપી દીધી હતી. એથી રેલવે, હૉસ્પિટલ, પોલીસ બધાએ જ અમને કપરા સમયે ખૂબ મદદ કરી છે.’

દીકરીને કૅનેડા મૂકવા જવાનું સપનું અધૂરું રહી ગયું છે એમ જણાવતાં રાજેશભાઈએ કહ્યું હતું કે ‘મનોજભાઈને બે દીકરીઓ છે. એમાં મોટી દીકરી આર્કિટેક્ટ છે અને નાની દીકરી આઠમા ધોરણમાં ભણે છે. તેમની મોટી દીકરીને માસ્ટર્સ ઇન આર્કિટેક્ચર કરવા માટે કૅનેડા મોકલવાનું તેમનું સપનું હતું. દીકરીનું ઍડ્મિશન પણ થઈ ગયું હતું અને ૨૧ ઑગસ્ટે આખો પરિવાર કૅનેડા દીકરીને મૂકવા અને ફરવા જવાનો હતો. જોકે દીકરીને કૅનેડા મોકલવા પહેલાં આ બનાવ બની ગયો. એથી હવે આવતા વર્ષે તેમની દીકરી જશે. તેમની દીકરીઓ ખૂબ ભણે એવું તેઓ ઇચ્છતા હતા. ૧૬ ઑગસ્ટે તેમનો જન્મદિવસ પણ છે અને પરિવારજનો એની ઉજવણીની રાહ જાઈ રહ્યા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK