ઍક્સિડન્ટ, આત્મહત્યા કે પછી હત્યા?

રેલવે-પોલીસ તેનો અકસ્માત થયો હોવાનું કહે છે, પણ તેની મોટી બહેનને શંકા છે કે ભાઈએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે : બંગાળી યુવતી સાથે પ્રેમમાં હતો અને ૮ જૂને લગ્ન કરવાનાં હતાં

train

રોહિત પરીખ

અંધેરી (ઈસ્ટ)ના ચકાલાની એક ચાલમાં રહેતા ૨૫ વર્ષના કરણ નરેન્દ્ર ગોરની રવિવારે અંધેરી રેલવે-સ્ટેશનના પ્લૅટફોર્મ-નંબર આઠ પરથી રાતના ૧૦.૫૦ વાગ્યે રેલવે-પોલીસને ડેડ-બૉડી મળી હતી. રેલવે પોલીસે પ્રાથમિક તપાસના આધારે કરણનો ઍક્સિડન્ટ થયો હોવાનું કહ્યું છે, પરંતુ કરણની મોટી બહેને કરણના મોતમાં શંકા વ્યક્ત કરી છે.

કરણના મૃત્યુ પાછળ શંકા જવાનું કારણ આપતાં કરણની મોટી બહેન ઉર્વશી નાકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કરણ થોડા મહિનાથી એક બંગાળી યુવતીના પ્રેમમાં હતો અને આ યુવતી સાથે આઠ જૂને લગ્ન કરવાનો હતો. આ યુવતી સાથે કરણ થોડા દિવસ પહેલાં જ બે દિવસ માટે બહારગામ ફરવા પણ ગયો હતો. ત્યાંથી આવ્યા પછી કરણે મને કહ્યું હતું કે હવે રૂમ પણ નહીં અને પેલી છોકરી પણ નહીં. એ દિવસથી કરણ અપસેટ રહેતો હતો અને રવિવારે રાતે અમને તેના ટ્રેન-અકસ્માતના સમાચાર મYયા હતા. અમને કરણની પેલી યુવતી સાથેના કોઈ અણબનાવને લીધે હત્યા પણ થઈ હોઈ શકે અથવા કરણે માનસિક તાણમાં આવીને આત્મહત્યા કરી હોવાની શંકા છે. કરણના મૃત્યુ પછી અમે એ બંગાળી યુવતીને શોધી રહ્યા છીએ, પણ તેનો પત્તો પણ નથી લાગતો.’

કરણનાં આ બીજાં લગ્ન હોત એમ જણાવીને ઉર્વશીએ કહ્યું હતું કે ‘કરણના અમારી નાતમાં એક છોકરી સાથે ચાર વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. તેની સાથે લગ્નનાં બે વર્ષમાં છૂટાછેડા પણ થઈ ગયા હતા. ત્યારે કરણ ડોમ્બિવલી રહેતો હતો. થોડા સમય પછી તેની રેડીમેડની શૉપ પણ બંધ થઈ ગઈ હતી. ત્યાર પછી તે મારી સાથે આવીને અંધેરીમાં રહેતો હતો. અહીં તેણે ભાડે ઘર લીધું હતું અને બીજે નોકરી પણ મળી ગઈ હતી. અચાનક બે મહિનાથી અમારાથી અજાણતાંમાં જ તે કોઈ બંગાળી યુવતી સાથે પ્રેમમાં પડી ગયો હતો. એ યુવતી સાથેનો ફોટો કરણે ફેસબુક પર મૂક્યો હતો જેને લીધે અમને ખબર પડી હતી.’

અમે તેને એ યુવતીને મળવા લઈ આવવાનું કહ્યું હતું એમ જણાવીને ઉર્વશીએ કહ્યું હતું કે ‘તે અમને મળવા લઈ આવે એ પહેલાં જ તે બન્ને બહારગામ ફરવા જતાં રહ્યાં હતાં. બન્ને ૮ જૂને લગ્ન કરવાનાં હતાં. અમારા જ એક રિલેટિવ થ્રૂ તેણે કલકતાની ઍર-ટિકિટ પણ કઢાવી હતી. આ સંજોગોમાં અમને તેનો રેલવે-અકસ્માત શંકાસ્પદ લાગે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK