મન્કી-ટેરર

લોકોના ઘરમાં ઘૂસીને ખાવા-પીવા ઉપરાંત આરામ પણ કરવા લાગ્યા : અનેક દિવસોથી જતા ન હોવાથી રહેવાસીઓ કંટાળ્યા

monkey


પ્રીતિ ખુમાણ ઠાકુર

અંધેરી (ઈસ્ટ)માં મરોલ વિસ્તારમાં ઇકો એલિગન્સ સોસાયટીમાં રહેવાસીઓ છેલ્લા કેટલાક દિવસથી બે વાંદરાઓથી પરેશાન થઈ ગયા છે. આ બન્ને વાંદરા ગમે ત્યારે કોઈના પણ ઘરમાં ઘૂસી જાય છે. દિવસ હોય કે રાત કંઈ જોતા નથી અને સોસાયટીના રહેવાસીઓને હેરાન કરી મૂક્યા છે અને આ સોસાયટીમાંથી જવા જ નથી માગતા. બીજી તરફ ફાયર-બ્રિગેડ કે વનવિભાગ સોસાયટીને વાંદરાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોઈ પગલાં નથી લઈ રહ્યાં.

વાંદરા સોસાયટીમાં ઘૂસી ગયા છે અને ભૂખ લાગે ત્યારે ગમે તેના ઘરના મહેમાન બની જાય છે. ઘરમાં ઘૂસી જવાનું અને મનફાવે એ ખાવા લાગવાનું આ દૃશ્ય સોસાયટીનાં ઘરોમાં જોવા મળે છે એટલું જ નહીં, ખાવાનું ખાઈને પેટ ભરાઈ જાય તો સોસાયટીમાં કોઈના પણ ઘરની અંદર કે પછી કોઈની બાલ્કનીમાં આરામ કરવા જતા રહેવાનો તેમનો નિત્યક્રમ બની ગયો છે. ઘરમાં કોઈ છે કે નહીં એ પણ જોવાનું નહીં, ઘરની વિન્ડો ખુલ્લી દેખાઈ કે ઘરમાં ઘૂસી જવાનું.

monkey1

રહેવાસીઓને પહેલાં તો એવું લાગ્યું કે આ વાંદરા જતા રહેશે, પરંતુ વાંદરા જવાનું નામ જ નથી લઈ રહ્યા. એથી કંટાળીને રહેવાસીઓએ ફાયર-બ્રિગેડમાં પણ આ વિશે ફરિયાદ કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.

અહીના એક રહેવાસીના જણાવ્યા પ્રમાણે વનવિભાગમાં પણ આ વિશે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ એનું કહેવું છે કે અમારી પાસે બે જ પાંજરાં છે અને ટ્રેઇન્ડ સ્ટાફ ન હોવાનું કહી દીધું હતું. આ વાંદરાઓને કારણે નાનાં બાળકોની ચિંતા થઈ રહી છે. સોસાયટીમાં રહેતાં અમુક નાનાં બાળકો તો ખૂબ ડરે પણ છે એટલું જ નહીં, આ વાંદરાના આતંકને કારણે અમે નાનાં બાળકોને સોસાયટીમાં નીચે રમવા સુધ્ધાં નથી મોકલી શકતા. સ્કૂલે લેવા-મૂકવા પણ બિલ્ડિંગ નીચેથી જતી વખતે બાળકોને સાચવીને લઈ જવાં પડે છે. ઉપરાંત ઘરની વિન્ડો પણ બંધ રાખવી પડે છે. આવા અનેક ત્રાસ રહેવાસીઓએ વેઠવા પડી રહ્યા છે. એથી ફાયર-બ્રિગેડ અને વનવિભાગ આ વિશે તાત્કાલિક કોઈ પગલાં લે એવી માગણી રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK