અંધેરી સ્ટેશનની બહાર ટ્રાફિક-પોલીસનો પહેરો

શું હવે ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત?

auto

ઉર્વી શાહ-મેસ્ત્રી

અંધેરી-વેસ્ટમાં સ્ટેશનની બહાર રસ્તા પર આડેધડ રિક્ષાઓ ઊભી રાખીને રસ્તાને બ્લૉક કરતા રિક્ષાચાલકો અને તેમની દાદાગીરી પર હવે અંકુશ આવી જશે. જી હા, મંગળવારથી અહીં ટ્રાકિફ-પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો અને તેઓ રિક્ષા લાઇનમાં ઊભી કરવા રિક્ષાચાલકોને કહેતા હતા.

હવેથી ટ્રાફિક-પોલીસનો કડક બંદોબસ્ત હોવાથી રિક્ષાચાલકોની દાદાગીરી અને મનમાની પર અંકુશ આવશે તથા રાહદારીઓને પણ પસાર થવા માટે રસ્તો મળશે.

આ બાબતે સ્થાનિક રહેવાસી કેતન મિશ્રાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘કેટલાય સમયથી રસ્તાઓ પર રિક્ષાચાલકોની દાદાગીરી વધી ગઈ હતી. આડેધડ રસ્તા પર રિક્ષાઓ ચલાવતા હોવાથી બહુ સંભાળીને પસાર થવું પડતું હતું તો વળી નજીકના સ્થળ પર જવાની કેટલાય રિક્ષાચાલકો ધરાર ના પાડી દેતા હોય છે. હવે ટ્રાફિક-પોલીસના બંદોબસ્તથી રિક્ષાચાલકોની મનમાની બંધ થશે અને પબ્લિક પણ આરામથી રસ્તા પરથી પસાર થઈ શકશે.’

આ બાબતે અન્ય એક રાહદારી પ્રવીણ સોનીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સ્ટેશન-પરિસર હોવાથી અહીંયા ટ્રાફિક-પોલીસની ખાસ જરૂર હોય છે છતાં આટલા મહિનાઓ સુધી કોઈ ટ્રાફિક-પોલીસ ન હોવાથી રિક્ષાચાલકો મનફાવે એ રીતે વર્તતતા હતા. જોકે મંગળવારથી અહીં ટ્રાફિક-પોલીસની હાજરી જોવા મળી રહી છે. પોલીસના કારણે રસ્તા પર હવે રિક્ષાચાલકો વ્યવસ્થિત લાઇનમાં પસાર થતા હોવાથી રસ્તો પણ બ્લૉક થતો નથી. જે રિક્ષાચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય તેમને પોલીસ તરત ફાઇન પણ લગાવે છે. જો કાયમ પોલીસની હાજરી રહેશે તો ઘણા અંશે ટ્રાકિફની સમસ્યા ઓછી થઈ જશે.’

આ બાબતે DN નગરના ટ્રાફિક પોલીસ અધિકારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સ્ટેશનની બહાર બસો અને રિક્ષાઓથી રસ્તો બ્લૉક થઈ જતો હોવાથી રાહદારીઓને ચાલવાની જગ્યા ન મળવાની ફરિયાદો ઘણી આવતી હતી. લોકો સરળતાથી પસાર થઈ શકે તથા રસ્તો પણ બ્લૉક ન થાય એ માટે અમે લોકો મંગળવારથી રસ્તા પર અમારી ફરજ બજાવીએ છીએ અને હવેથી રોજ અહીં સવારથી રાત સુધી રસ્તા પર પહેરો લગાવીશું જેથી કોઈ પણ ટ્રાકિફના નિયમોનો ભંગ ન કરે અને ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK