અંધેરીમાં અંધારાને લીધે સિનિયર સિટિઝન લૂંટાયા બાદ રોડ પર સ્ટ્રીટ-લાઇટ ચાલુ કરવામાં આવી

સૂમસામ રસ્તો હોવાથી CCTV કૅમેરાની પણ રહેવાસીઓએ કરી ડિમાન્ડ

light

ઉર્વી શાહ મેસ્ત્રી

અંધેરી-વેસ્ટમાં DN રોડ પર આવેલા આમરે ગાર્ડનની બહાર છેલ્લા ૨૦ દિવસથી સ્ટ્રીટ-લાઇટ બંધ છે. આ અંધકારનો ફાયદો ઉઠાવીને સોમવારે રાતે સાડાનવ વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતા ધરમચંદ પરમાર નામના સિનિયર સિટિઝન પાસેથી ૭૫૦૦ રૂપિયા લૂંટી લેવામાં આવતાં આસપાસના રહેવાસીઓ પણ ભયભીત બન્યા છે. DN નગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતાં તેમણે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ અહીં પ્રશાસન દ્વારા તરત જ બંધ સ્ટ્રીટ-લાઇટને ચાલુ કરાઈ હતી. સૂમસામ રસ્તો તથા આસપાસ કૉલેજ અને સ્કૂલો હોવાથી જો અહીં કૅમેરા પણ બેસાડી દેવાશે તો ચોરી અને છેડતીના બનાવ પણ અંકુશ આવશે એવું રહેવાસીઓનું કહેવું છે.

મારા પપ્પા દુકાનેથી ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તા પરની સ્ટ્રીટ-લાઇટ બંધ હોવાથી અંધારું છવાતાં એક માણસે અંધકારનો ફાયદો ઉઠાવીને તેમને લૂંટી લીધા હતા એમ જણાવીને ધરમચંદ પરમારના પુત્ર અનિલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અંધેરી માર્કેટમાં અમારી દુકાન છે. ક્યારેક મારા પપ્પા ત્યાંથી ચાલીને ઘરે આવતા હોય છે. સોમવારે રાતે પણ ઘર તરફ આવતા હતા ત્યારે આમરે ગાર્ડન પાસે એક માણસે મારા પપ્પાને ધક્કો માર્યો અને કહ્યું હતું કે તમે મને ધક્કો શું કામ માર્યો? તો મારા પપ્પાએ કહ્યું કે મેં તને ધક્કો નથી માર્યો, તેં જ મને ધક્કો માર્યો છે. આ બોલાચાલીમાં તે માણસ મારા પપ્પાના શર્ટના ખિસ્સામાંથી ૭૫૦૦ રૂપિયા કાઢીને ફરાર થઈ ગયો હતો. ઘરે આવીને પપ્પાએ અમને સઘળી હકીકત જણાïવતાં અમે DN નગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

અનિલે વધુમાં જણાવ્યું હતું કે ‘પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી. સ્ટ્રીટ-લાઇટના અભાવે અંધારું હતું અને પોલીસને પણ જે-તે માહિતી લખવા માટે પોતાના મોબાઇલ ફોનની ટૉર્ચનો સહારો લેવો પડ્યો હતો. વહેલી તકે અહીંની સ્ટ્રીટ-લાઇટ ચાલુ કરવી જોઈએ. આમરે ગાર્ડનની બહાર રોજ રાતે રિક્ષાઓ પાર્ક થાય છે. એ રિક્ષાઓની પાછળ દારૂડિયાઓની મહેફિલ પણ જામતી હોય છે. આ રોડ પરથી રાતે પસાર થવું ભયજનક બની રહે છે. આ જ રોડ પર બે વર્ષ પહેલાં પણ આવી જ રીતે એક સિનિયર સિટિઝનની સાચા હીરાની વીંટી ભરબપોરે લૂંટી લેવાઈ હતી. આ રોડ પર પોલીસ-પૅટ્રોલિંગ વધારાય તથા CCTV કૅમેરા પણ લગાડાય જેથી વધતા જતા ચોરીના બનાવ પર અંકુશ આવી શકે. પાસે જ કૉલેજ તથા સ્કૂલો આવેલી હોવાથી રોજ સ્ટુડન્ટ્સ અહીંથી પસાર થતા હોય છે. છોકરીઓની છેડતીના બનાવ પણ બનતા હોય છે. જો CCTV કૅમેરા બેસાડવામાં આવશે તો કોઈ અણબનાવ બનશે એ કૅમેરામાં કેદ થઈ જવાથી પોલીસનું કામ સરળ થશે. મહિલાઓ તેમ જ સિનિયર સિટિઝનો રાતે ભય વગર સરળતાથી પસાર થઈ શકશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK