પારંપરિક નવરાત્રિને જાળવી રાખીશું

શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ-જુહુ હવેલીમાં ૩૦ વર્ષથી પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી થાય છે

garba

ઉર્વી શાહ મેસ્ત્રી

વિલે પાર્લે-વેસ્ટમાં જુહુ ૧૦th રોડ પર આવેલી શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ-જુહુ હવેલીમાં છેલ્લાં ૩૦ વર્ષથી પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આજે મોટા ભાગના લોકો પ્રોફેશનલ નવરાત્રિ તરફ વળ્યા છે ત્યારે આપણી પારંપરિક રીતે થતી નવરાત્રિ ભૂંસાઈ ન જાય અને એ જળવાઈ રહે એ માટે નવરાત્રિના નવેનવ દિવસ સાંજે સાડાછથી સાડાસાત વાગ્યા દરમ્યાન બહેનો દ્વારા ગરબા લેવામાં આવે છે

garbaq

આ બાબતે વધુ માહિતી આપતાં કિશોર ભુપતાણીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સાંજે બહેનો દ્વારા ગરબા લેવામાં આવ્યા બાદ હવેલીના મુખ્યાજી ડૉ. હસમુખ જોષી દ્વારા માતાજીની પૂજા-અર્ચના કર્યા બાદ જે લોકોનો આરતીનો વારો હોય એ ભક્તો સમૂહમાં આરતી કરે છે. કિશોર ભુપતાણી રોજ આરતી ગવડાવે છે. મંદિરના ટ્રસ્ટીઓનો પણ સારો એવો સાથ-સહકાર મળી રહેતાં દર વર્ષે પારંપરિક રીતે નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK