આ તે કેવો કારભાર?

મેટ્રોના બ્રિજ પરથી વગર ટિકિટે પ્રવાસીઓ પસાર ન થઈ શકે, પરંતુ આખો દિવસ બ્રિજ પર બેસીને ફેરિયાઓ પોતાનો ધંધો ચલાવી શકે

bridge

ઉર્વી શાહ મેસ્ત્રી

અંધેરીના મેટ્રો બ્રિજ પર બેસનારા ફેરિયાઓની કોઈ કમી નથી અને તેમના પર પ્રશાસન દ્વારા કોઈ ખાસ ઍક્શન ન લેવાતાં તેઓ આ બ્રિજ પર રાજ કરી રહ્યા છે. આ બાબત પ્રશાસનની નજરમાં ક્યારે આવશે અને સંપૂર્ણપણે મેટ્રોનો બ્રિજ ફેરિયાઓથી મુક્ત ક્યારે થશે?

 આ બાબતે ફરિયાદ કરનાર પ્રવાસી સુનીલ જાડેજાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘મેટ્રોના આ બ્રિજની શરૂઆતમાં જ ફેરિયાઓ લાઇનસર બેસેલા દેખાતા હોય છે. ફેરિયાઓ પાસેથી ચીજવસ્તુઓ લેનારા પ્રવાસીઓની પણ કોઈ કમી ન હોવાથી બ્રિજ પર ભીડ પણ જમા થતી હોય છે. આમ તો મેટ્રોના બ્રિજ પરથી વગર ટિકિટે પ્રવાસીઓ પસાર થાય તો દંડ વસૂલવામાં આવતો હોય છે. ફેરિયાઓ આખો દિવસ બ્રિજ પર બેસી ધંધો કરતા હોય એનું કંઈ જ નહીં? ક્યારે ફેરિયાઓને દંડવામાં આવશે અને ક્યારે આ બ્રિજ ફેરિયાઓથી મુક્ત થશે?’

ફેરિયાઓની ફરિયાદ કરનાર એક મહિલા પ્રવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘પ્રવાસીઓની સુવિધા માટે જ બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ એનો મહત્તમ ઉપયોગ ફેરિયાઓ જ કરી રહ્યા છે. ઉપયોગ કરતાં તેઓ દુરુપયોગ વધુ કરી રહ્યા છે એમ કહેવું જરાપણ ખોટું નથી. ફેરિયાઓ પ્લાસ્ટિકની થેલીઓ ઉપરાંત ત્યાં જ ખાઈ-પીને કચરાની સાથે ગંદકી પણ એટલી જ ફેલાવતા હોય છે. તેમના પર અંકુશ લગાડવા અને બ્રિજનો દુરુપયોગ ન કરે એ માટે પ્રશાસને ચોક્કસ પગલાં ભરવા અત્યંત જરૂરી છે.’

ફેરિયાઓથી ત્રસ્ત એક સિનિયર સિટિઝને મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજની હાલત થઈ ગઈ છે. ફેરિયાઓ દ્વારા બ્રિજને નુકસાન પહોંચાડાય છે છતાં તેમના પર કોઈ પ્રકારે ઍક્શન નથી લેવાતી. ફેરિયાઓ જાણે કે બ્રિજના માલિક હોય એ રીતે અહીં કબજો જમાવીને બેસી જતા હોય છે. પ્રશાસન પોતાની આળસ ખંખેરી બ્રિજ પરથી ફેરિયાઓને ખસેડશે તો પ્રવાસીઓને પણ પસાર થવામાં તકલીફ નહીં પડે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK