આખરે સફાઈ થઈ

અંધેરીમાં BMC માર્કેટમાં ફેલાયેલી ગંદકીને કારણે ડેન્ગી, મલેરિયા, સ્વાઇન ફ્લુ થવાનો વેપારીઓનો ડર થયો દૂર

andheri

ઉર્વી શાહ - મેસ્ત્રી

અંધેરી-વેસ્ટના SV રોડ પર આવેલા BMC માર્કેટમાં આશરે ૪૦૦ જેટલી દુકાનો છે અને એ માર્કેટ વરસાદને કારણે તણાઈ આવેલા કચરાથી ઊભરાઈ ગયું હતું. BMC માર્કેટના ઇન્સ્પેક્ટરે એની સાફસફાઈ કરાવી હતી, પરંતુ ફિશ-માર્કેટની અંદર દિવસોથી કચરો ભેગો થયેલો પડ્યો હતો એ સાફ થયો ન હોવાથી દુકાનના વેપારીઓને ગંદકીમાંથી આવતી ભયંકર વાસને કારણે બીમારી ફેલાવાનો ભય સતાવી રહ્યો હતો. જે બાબતે પ્રશાસનને વેપારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતાં આખરે સફાઈ થઈ હતી ને ગંદકી સાફ થઈ હોવાથી વેપારીઓએ રાહત અનુભવી હતી.

આ બાબતે એક વેપારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘વરસાદ આવતાં અહીં પાંચ ફુટ જેટલાં પાણી ભરાયાં હતાં અને માર્કેટના વેપારીઓને ખાસ્સું નુકસાન થયું હતું. અહીં કાદવ-કીચડ, માટી અને કચરો ભરાઈ ગયાં હતાં અને એની બુધવારે સાફસફાઈ કરવામાં આવી હતી, પરંતુ ફિશ-માર્કેટની અંદર સફાઈ થઈ ન હોવાને કારણે અહીં બહુ ગંદકી પડી રહી હતી અને એમાંથી ભયંકર વાસ આવતી હતી. અહીં BMCના સફાઈ-કામદારો પૂરતા પ્રમાણમાં ન હોવાથી ફિશ-માર્કેટમાં સફાઈ થઈ જ નથી. આવી ગંદકીમાં અમારા માટે દુકાનમાં બેસવાનું મુશ્કેલ બની ગયું છે. સાફસફાઈ થાય એ જરૂરી હતી, નહીંતર ડેન્ગી-મલેરિયા જેવી બીમારી ફેલાવાનો ડર સતાવી રહ્યો હતો. પ્રશાસન દ્વારા કરવામાં આવેલી સફાઈને કારણે એ ડર હવે દૂર થયો છે અને ઘણી જ રાહત પણ થઈ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK