ફુટપાથ પર આવેલાં ઝૂંપડાંઓ પર બુલડોઝર ફેરવવાનો અંધેરીના રહેવાસીઓની ડિમાન્ડ

ફુટપાથ પર વર્ષોથી થયેલા એન્ક્રોચમેન્ટ સામે પ્રશાસન દ્વારા મંદ  ગતિએ લેવાતી ઍક્શનની અસર ન થતાં સમસ્યા હજીયે અકબંધ

footpath

ઉર્વી શાહ મેસ્ત્રી

અંધેરી-વેસ્ટના જુહુ-વર્સોવા લિન્ક રોડ પર આવેલા જુહુ ધારા કૉમ્પ્લેક્સની સામેની ફુટપાથ પર છેલ્લાં બે-ત્રણ વર્ષથી એન્ક્રોચમેન્ટ થયું હોવાથી રહેવાસીઓ કંટાળી ગયા છે. આ બાબતે રહેવાસીઓએ પ્રશાસનને અનેક ફરિયાદો કર્યા બાદ પણ એનો કાયમી ધોરણે ઉકેલ ન આવતાં મિડ-ડે LOCAL સમક્ષ તેમણે ફરિયાદ કરી હતી.

વર્ષોથી ફુટપાથ પર બાંધેલાં ઝૂંપડાંઓને કારણે અમે લોકો એનો ઉપયોગ કરી શકતા નથી એવી ફરિયાદના સુર સાથે એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આખી ફુટપાથ ઝૂંપડાંઓથી રોકાઈ ગઈ છે. અહીં પ્રશાસન માત્ર દેખાવ પૂરતી ઍક્શન લેતું હોવાથી તેમના ગયા બાદ તરત જ ફરી ઝૂંપડાંઓ બંધાઈ જાય છે. આ સમસ્યા ઓછી થવાને બદલે વધી રહી છે અને ફુટપાથ ખાલી થઈ રહી ન હોવાથી અમને પસાર થવામાં તકલીïફ થાય છે. પ્રશાસનને આ બાબતે અનેક વખત ફરિયાદ કરી ચૂક્યા છીએ. પ્રશાસન માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી હાથ ધરે છે અને તેમના ગયા બાદ ફરી બધું એનું એ જ થઈ જાય છે. અહીં કાયમી ધોરણે ઉકેલ આવે અને ફુટપાથ પર થયેલા એન્ક્રોચમેન્ટને હટાવી લેવાય જેથી રાહદારીઓ સુરક્ષિતપણે ત્યાંથી ચાલી શકે.’

આ બાબતે ફરિયાદ કરનારી એક વયસ્ક મહિલાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘ફુટપાથ પર બે વર્ષ પહેલાં બહુ ઓછી સંખ્યામાં ઝૂંપડાંઓ બંધાયેલાં હતાં. એની સામે પ્રશાસન દ્વારા કોઈ જ કડક ઍક્શન ન લેવાતાં મોટા ભાગની ફુટપાથ પર ઝૂંપડાંઓ બંધાઈ ગયાં છે. હજી પણ પ્રશાસન દ્વારા આ ઝૂંપડાંઓ પર બુલડોઝર ન ફેરવાતાં એનો કાયમનો કોઈ જ ઉકેલ આવી નથી રહ્યો. આ બાબતે પ્રશાસન થોડી જાગૃત થાય અને ફુટપાથ પરથી એન્ક્રોચમેન્ટને હટાવશે તો રાહદારીઓને ચાલવા માટે જગ્યા મળી રહેશે. પ્રશાસન વહેલી તકે અહીં કડક ઍક્શન લે એવી અમારી સૌની ડિમાન્ડ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK