અંધેરીના સર્વિસ રોડ પર કોઈ ઇમર્જન્સી આવી તો?

ઈસ્ટમાં આવેલા આ રોડ પર વાહનો પાર્ક થવાથી અને ફુટપાથ પર અતિક્રમણ થવાથી રાહદારીઓ પસાર થાય તો ક્યાંથી? : રોડ બ્લૉક થતાં ભયંકર ટ્રાકિફ જૅમની સમસ્યા

parking

ઉર્વી શાહ મેસ્ત્રી

અંધેરી-ઈસ્ટના સર્વિસ રોડ પર આવેલા આદિત્ય નર્સિંગ હોમની સામે છેલ્લા આઠ મહિનાથી રસ્તાની બન્ને સાઇડમાં વાહનો ગેરકાયદે પાર્ક થતાં હોવાથી આખો રોડ બ્લૉક થઈ જાય છે અને રાહદારીઓને ત્યાંથી પસાર થતાં બહુ જ ત્રાસ સહન કરવો પડે છે. અહીં નર્સિંગ હોમ પણ આવેલું છે. ગેરકાયદે પાર્કિંગને કારણે રોડ બ્લૉક થઈ જતાં ટ્રાકિફ જૅમની સમસ્યા સર્જાતાં ક્યારેક અચાનક કોઈ ઇમર્જન્સી આવી પડે તો અહીંથી નીકળવું ભારે પડી શકે છે.

મહિનાઓથી થતા ગેરકાયદે પાર્કિંગની સમસ્યાની ફરિયાદ કરતાં એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ રોડ પર બન્ને સાઇડમાં ગેરકાયદે પાર્કિંગને કારણે ભયંકર ટ્રાફિક જૅમ થાય છે. અહીંથી પસાર થતાં વાહનો માંડ-માંડ નીકળી શકે છે અને રોડ આખો બ્લૉક થઈ જતાં રાહદારીઓને ચાલવા માટે જગ્યા જ મળતી નથી. ફુટપાથ પર શાકભાજી વેચનારાઓ બેસી જતા હોવાથી એ આખી બ્લૉક થઈ જાય છે અને રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાયેલી હોવાથી ત્યાંથી પણ ચાલી શકાતું ન હોવાથી રાહદારીઓની તો ન ઘરના ન ઘાટના એવી હાલત થઈ જાય છે. આ બાબતે પ્રશાસનને ફરિયાદ કરીને ધ્યાન દોર્યું હોવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી ન થતાં અહીંથી નીકળતાં પરેશાનીઓ સહન કરવી પડે છે. આ સમસ્યાનો વહેલી તકે કોઈ ઉકેલ આવે એ બહુ જરૂરી છે.’

parking1

રોડ પર બન્ને બાજુએ થતા પાર્કિંગની ફરિયાદ કરતાં એક સિનિયર સિટિઝને મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રોડ પર લાઇનસર બન્ને બાજુએ વાહનો પાર્ક થતાં હોય છે. વળી એક કચરાપેટી રોડ વચ્ચે એવી રીતે મુકાઈ છે કે અનેક પ્રૉબ્લેમ પસાર થતી વખતે થાય છે. ચાલવાની જગ્યા પૂરતી ન મળવાથી ત્યાંથી એકલા પસાર થવું હોય તો બહુ જ ડર લાગે છે. એક બાજુ રોડ પરથી વાહનો પસાર થતાં હોય છે તો બીજી બાજુ રોડની બન્ને સાઇડમાં વાહનો પાર્ક થયેલાં હોય છે અને ફુટપાથ પર ફેરિયાઓએ કબજો જમાવી લીધો છે. અમારા જેવી મોટી ઉંમરની વ્યક્તિઓને તો ચાલવાની જગ્યા જ રહેતી નથી. આ બાબતે પ્રશાસન જાગે અને સત્વર પગલાં ભરે એ જરૂરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy