પ્રશાસને રહેવાસીઓના કહેવા પર જો જરા પણ ધ્યાન આપ્યું હોત તો આવું રિઝલ્ટ ન આવત

અંધેરીમાં ઊબડખાબડ રોડને રિપેર કરાયાના ૧૫ દિવસ બાદ ફરી અસમથળ બનતાં પૈસા, સમય અને સામાનનો વેડફાટ થયો

road

ઉર્વી શાહ મેસ્ત્રી

અંધેરી-વેસ્ટના ન્યુ DN નગરમાં આવેલી જુહુ દર્શન સોસાયટી પાસેના વિસ્તારના ઊબડખાબડ રોડને અમુક દિવસો પહેલાં જ ડામર નાખી રિપેર કરવામાં આવ્યો હતો, પરંતુ રિનોવેશનને હજી માંડ ૧૫ દિવસ થયા હશે ત્યાં જ વરસાદ આવતાં રોડ પરથી ડામર નીકળવા લાગ્યો અને ફરી અસમથળ બની જતાં રહેવાસીઓને હવે આવા રોડ પરથી પસાર થવું પડતાં તેઓ હેરાન થઈ રહ્યા છે.

આ બાબતે ફરિયાદ કરનાર એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રોડને રિપેરિંગ કર્યાને ખાસ્સો સમય પણ નથી થયો છતાં એની ફરી પહેલાં જેવી જ દુર્દશા થઈ છે. રોડ પર ફરી ખાડાઓ પડવા લાગ્યા છે અને વરસાદ આવતાં એમાં પાણી ભરાઈ જતું હોવાથી અહીંથી પસાર થતાં એની એ જ રામાયણ શરૂ થઈ ગઈ છે. અહીં જે ખર્ચો કરવામાં આવ્યો એ પૈસાનું તો પાણી જ થયું છે. શું કામનાં આવાં કામ? વારંવાર રોડ રિપેર કરાય છે અને વારંવાર થોડા જ સમયમાં એ અસમથળ બની જાય છે. અહીં પ્રશાસનની બેદરકારી પણ દેખાઈ આવે છે.’

આ બાબતે એક મહિલા-રહેવાસીએ ફરિયાદ કરતાં મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રોડને રિપેર કરાય છે, પરંતુ અમુક દિવસો બાદ ફરી ખાડાળો બની જાય છે. જ્યારે રોડના રિનોવેશનનું કામ ચાલુ હોય ત્યારે જ જો પ્રશાસન દ્વારા થોડું ધ્યાન આપવામાં આવે તો કામદારો કામને પાકું અને સારી રીતે કરે કે જેથી એનો ઉપયોગ કરનારાઓને તકલીફો સહન કરવી ન પડે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK