ક્યારે જાગશે સફાઈ-કામદારો?

સફાઈ-કામદારોએ ઝાડનું ટિમિંગ કરીને ઢગલો પંદર દિવસથી એમ જ મૂકી રાખ્યો છે એટલે કચરામાં થઈ રહ્યો છે વધારો : આવાં અધૂરાં કામો કરવાથી રહેવાસીઓમાં રોષ

clean

ઉર્વી શાહ મેસ્ત્રી

સાંતાક્રુઝ-વેસ્ટના જૈન દેરાસર માર્ગમાં આવેલા મહાવીર બિલ્ડિંગની પાસે રસ્તા પર ઝાડનું ટ્રિમિંગ કરીને એની ડાળખીઓ છેલ્લા પંદર દિવસથી રોડ પર પડી રહેતાં ત્યાં કચરાનું પ્રમાણ વધી રહ્યું છે. આ બાબતે પ્રશાસન દ્વારા પણ કોઈ સકારાત્મક પગલાં ન ભરાતાં હજી કેટલા દિવસો સુધી ડાળખીઓના ઢગલાઓ આમ જ પડી રહેશે એવો સવાલ આમ જનતા કરી રહી છે.

આ બાબતે ફરિયાદ કરનાર એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘ઝાડનું ટ્રિમિંગ કર્યા બાદ કચરારૂપી ડાળખીઓને એ જ સમયે ઉપાડી જવી જોઈએ, પરંતુ કાયમની જેમ કામદારો દ્વારા અડધું જ કામ કરવામાં આવતું હોય છે. અહીં પણ ઝાડનું ટ્રિમિંગ કર્યા બાદનો કચરો એમ જ રસ્તા પર છોડી દીધો હતો. રાતે અહીંથી પસાર થતાં બહુ તકલીફ થાય છે. સ્ટ્રીટ-લાઇટનો પ્રકાશ ઓછો પડતો હોવાથી કંઈ નજરે પડતું ન હોવાથી ચાલતા એની ઉપર જો પગ પડી જાય તો ડાળખીઓ પણ વાગી જવાનો ભય રહેતો હોય છે. વહેલી તકે રસ્તા પર પડી રહેલી ડાળખીઓને હટાવી લેવાય તો સારું થશે.’

આ બાબતે અન્ય એક સિનિયર સિટિઝને મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘ઝાડની ડાળખીઓને ફુટપાથ તથા રસ્તા વચ્ચે જ મૂકી દેવાતાં પસાર થનારાઓને એ નડતરરૂપ બને છે. વળી અમારા બિલ્ડિંગની બહાર જ હોવાથી કચરાનું પ્રમાણ પણ વધી ગયું છે. ડાળખીઓના ઢગલામાં ઝેરી જીવ-જંતુ ભરાઈ રહેવાનો ડર પણ રહે છે. વળી વરસાદ પડતાં એ ભીની થાય છે તથા એની સાથે અન્ય કચરો મિક્સ થવાથી દુર્ગંધ પણ આવતી હોય છે. પ્રશાસનની બેદરકારીને કારણે લોકોને કચરો તથા દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશાસન ત્વરિત કોઈ ઍક્શન લે અને લોકોની સમસ્યા સૉલ્વ કરે તો સારું થશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK