ઊભરાતી ગટરની સમસ્યા પ્રશાસન ક્યારે સૉલ્વ કરશે?

રહેવાસીઓનો સવાલ : અંધેરીમાં એક વર્ષથી રાતે એને કારણે રસ્તા પર પાણી ભરાતાં પસાર થતા રાહદારીઓ ત્રાહિમામ

bus

ઉર્વી શાહ - મેસ્ત્રી

અંધેરી-ઈસ્ટમાં મેટ્રોની નીચે રસ્તા પર વહેતા ગટરના પાણીની સમસ્યા લાંબા સમયથી હોવા છતાં પ્રશાસન દ્વારા કોઈ જ ધ્યાન ન આપતાં આમ જનતાની સમસ્યાનો કોઈ જ ઉકેલ આવી રહ્યો ન હોવાથી રાહદારીઓએ મિડ-ડે LOCAL સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી.

આ બાબતે સ્થાનિક રહેવાસી દિનેશ ગડાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અંધેરી તેમ જ મેટ્રો સ્ટેશન પાસે-પાસે હોવાથી આ રોડ પરથી સતત લોકોની અવરજવર રહેતી હોય છે ત્યારે રાતે આઠથી બાર વાગ્યા સુધી રસ્તા પર ગટરનું પાણી સતત ઊભરાતું હોવાથી એમાંથી વેહિકલો પસાર થાય ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓ પર એ ઊડતું હોવાથી તેમનાં કપડાં પણ બગડે છે. આ સમસ્યા એક વર્ષથી મારા ધ્યાનમાં છે અને હજી સુધી એ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું ન હોવાથી લોકોને તકલીફ વેઠવી પડે છે. આ સમસ્યા તરફ પ્રશાસન ધ્યાન આપે અને એનો ઉકેલ લાવે એ જરૂરી છે.’

 આ બાબતે ફરિયાદ કરનાર અન્ય એક રાહદારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અહીં સતત વાહનો અને બસોની અવરજવર થતી હોય છે. એવા સમયે રાતે ગટર ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ભરાયેલુંં રહે છે. ક્યારેક તો આ સમસ્યા દિવસે પણ સર્જાતી હોવાથી અહીંથી પસાર થવું અઘરું બની જાય છે. વળી ભરાયેલા ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ પણ એટલો જ વધી જતો હોવાથી બીમારી ફેલાવાનો પણ ભય સતાવતો હોય છે. આ બાબતે પ્રશાસનની બેદરકારી પબ્લિકને ભારે પડી રહી છે. આ સમસ્યા નજરે જોતાં અહીંથી નીકળતા પણ ત્રાસ થાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK