આગમાં ખાખ થયેલી રિક્ષા હજી પણ રસ્તા પર પાર્ક

સાંતાક્રુઝમાં અચાનક રિક્ષામાં આગ લાગતાં એ બળીને ખાખ થયા બાદ હજી પણ રસ્તા પર પડી રહેતાં પસાર થનારાઓને નડતરરૂપ બની

auto

ઉર્વી શાહ મેસ્ત્રી

સાંતાક્રુઝ-વેસ્ટમાં SV રોડ પર પહેલી મેએ સવારે સાડાદસ વાગ્યે રિક્ષામાં અચાનક આગ લાગી હતી અને એ બળીને રાખ થઈ ગઈ હતી. નસીબજોગે કોઈ જ જાનહાનિ થઈ નહોતી. એ દિવસથી લઈને આજ સુધી આ રિક્ષા રોડ પર વચ્ચે જ પડી રહી છે જેને ઉપાડવામાં ન આવતાં નડતરરૂપ બની રહી હોવાની ફરિયાદ રાહદારીઓએ કરી હતી.

auto1

આ બાબતે ફરિયાદ કરનાર સ્થાનિક રહેવાસી હસમુખ શાહે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આજે ૨૦ દિવસ થયા, હજી સુધી આ સળગેલી ઑટોને રસ્તા પરથી ઉપાડવામાં આવી નથી. આમ તો ટોઇંગવાળાઓ રસ્તા પર આડેધડ પાર્ક કરેલાં વાહનોને તરત જ ફાઇન મારતા હોય છે ત્યારે આવી વચ્ચે પડેલી રિક્ષાને ઉપાડવાની તસ્દી ન લેતાં ટ્રાકિફની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. રસ્તા પર પડી રહેલી ઑટોને વહેલી તકે ઉપાડી લેવાય તો સારું થશે.’

આ બાબતે માહિતી આપનાર એક દુકાનદારે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સવારના સમયે અચાનક ઑટોમાં આગ લાગતાં તરત જ લોકોએ જમા થઈ આગને ઓલવી હતી. ત્યાર પછી રિક્ષાનો માલિક એને ત્યાં જ મૂકીને ચાલ્યો ગયો હતો. આજ સુધી એને અહીંથી ખસેડવામાં ન આવતાં એ રાહદારીઓને નડતરરૂપ બની રહી છે. આ માટે પ્રશાસન રિક્ષાને ઉપાડીને લઈ જાય તો પસાર થનારાઓને પરેશાની નહીં રહે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK