સફાઈ-કામદારો ક્યારે શીખશે કામ પૂંરું કરતાં?

ગટરો સાફ કરી, પરંતુ એમાંથી કાઢેલી ગંદકીને સાત દિવસથી એમ જ રોડ પર છોડી દેવાઈ છે

clean

ઉર્વી શાહ - મેસ્ત્રી

સાંતાક્રુઝ-વેસ્ટમાં જુહુ તારા રોડની ગટરોની સફાઈનું કામ ચાલુ છે, પરંતુ સાફ થઈ ગયેલી ગટરોની અંદરથી નીકળેલી ગંદકીને એમ જ રોડ પર અઠવાડિયાથી છોડી દેવાઈ છે. એને ઉપાડવામાં ન આવતાં એના ઉપર માખીઓ બેસતી હોવાથી બીમારી ફેલાવાનો ભય લોકોને સતાવી રહ્યો છે.

ગટરોની સફાઈ થઈ, પરંતુ એની ગંદકી એમ જ બહાર રસ્તા પર મૂકી દેવાની ફરિયાદ કરનાર એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રોડ પરની ગટરોની સફાઈ થઈ રહી છે એ સારી વાત છે, પરંતુ કાયમની જેમ સફાઈ- કામદારોની અધૂરી સફાઈને કારણે ત્રસ્ત થવું પડે છે. ગટરો સાફ કરતાં નીકળેલી ગંદકીને આજે સાત દિવસ થઈ ગયા છતાં હજી સુધી એને ઉપાડવામાં ન આવતાં માખી-મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને ત્યાંથી પસાર થતાં દુર્ગંધ આવતી હોય છે. આથી વહેલી તકે એને ઉપાડી સફાઈ-કામદારોએ બરાબર સફાઈ કરવી જોઈએ.’

આ બાબતે ફરિયાદ કરનાર અન્ય એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રોડ પર ગટરોની સફાઈ કરીને મૂકેલી ગંદકીને પરિણામે મોટા ભાગનો રોડ ગંદો દેખાઈ રહ્યો છે. અહીં સ્મશાનભૂમિ, ગાર્ડન તેમ જ સ્ર્પોટ્સ ક્લબ આવેલાં હોવાથી રોજ કેટલાય લોકો અહીંથી પસાર થતા હોય છે. થયેલી ગંદકીને કારણે મચ્છરોનો ત્રાસ પણ લોકોને સહન કરવો પડતો હોય છે. વળી ગંદકી ઉપર બેસેલા મચ્છરો નાનાં બાળકો માટે ડેન્જરસ બની શકે છે. લોકોના સારા સ્વાસ્થ્ય માટે તેમ જ રોડ પર સફાઈ રહે એ માટે વહેલી તકે પડી રહેલી ગંદકીને ઉપાડી સફાઈ કરવી જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK