અંધેરીમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા પોલીસ ક્યારે સજ્જ થશે?

સ્ટેશન રોડ પાસે તેમની ગેરહાજરીને કારણે રોજ સર્જાય છે ટ્રાફિક જૅમ

traffi

અંધેરી-વેસ્ટમાં સ્ટેશન રોડ પર સવાર-સાંજ અતિશય ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે જેથી રાહદારીઓને પસાર થવામાં નાકે દમ આવી ગયો છે. આડેધડ પસાર થનારાં વાહનોને રોક લગાડવા ટ્રાફિક-પોલીસ હાજર ન હોવાથી ગમે તેમ વાહનો હંકારનારાઓની પણ કમી નથી અને આ જ કારણે અકસ્માત પણ સર્જાય છે.

આ બાબતે ફરિયાદ કરનાર એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સ્ટેશન રોડ પર સતત લોકોની અવરજવર રહેતી હોય છે એમાં પાસે જ બસ-ડેપો આવેલો હોવાથી રોજ કેટલીયે બસો અહીંથી પસાર થતી હોય છે. આ ઉપરાંત બાઇકો તેમ જ રિક્ષાઓ પણ ઓછી નથી. આવા સમયે ટ્રાફિકને કન્ટ્રોલ કરવા માટે પોલીસ ન હોવાથી રોજ ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાય છે. લોકોને ત્યાંથી પસાર થવામાં ખાસ્સો સમય લાગે છે. જો રાહદારીનું જરાપણ ધ્યાન ચુકાય તો રિક્ષાની અડફેટે આવતાં વાર ન લાગે.’

ટ્રાફિક જૅમની ફરિયાદ કરનાર એક રાહદારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અહીં સવારના સમયે પુષ્કળ ટ્રાફિક હોવાથી રોડ ક્રૉસ કરવો હોય તો પણ ૧૦ મિનિટ સહેજે નીકળી જતી હોય છે. આવા સમયે ઇમર્જન્સી આવી પડે તો અહીંથી નીકળવું મુશ્કેલ થઈ પડે છે. સતત સર્જાતા ટ્રાફિકને કારણે વાહનચાલકો હૉર્ન પર હૉર્ન વગાડતા હોય છે. આ કારણે અવાજનું પ્રદૂષણ પણ એટલું જ સર્જાતું હોય છે. આડેધડ સામસામે આવતાં વેહિકલોને કારણે અકસ્માત થવાના ચાન્સિસ પણ એટલા જ વધી જતા હોય છે. માટે જ અહીં ટ્રાફિક-પોલીસની હાજરી હોવી અતિ આવશ્યક છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK