અંધેરી સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર એસ્કેલેટરના ધાંધિયા

અંધેરી સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર ચર્ચગેટ સાઇડનું એસ્કેલેટર સવારના પીક અવર્સમાં અઠવાડિયામાં ત્રણથી ચાર વખત બંધ જ હોવાથી પ્રવાસીઓને બ્રિજના દાદરા ચડવા પડતા હોય છે.

andh

અંધેરીમાં ઑફિસ હોવાથી રોજ સવારે એસ્કેલેટરનો ઉપયોગ કરનાર પ્રવાસી નીલેશ મહેરાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સવારે પ્રવાસીઓની પ્લૅટફૉર્મ પર ખાસ્સી ભીડ રહેતી હોય છે એવા સમયે જો એસ્કેલેટર બંધ પડી જાય તો અસુવિધા ઊભી થાય છે. એસ્કેલેટરની ખરી જરૂરિયાત પીક અવર્સમાં જ હોય છે અને એ સમયે કાર્યરત ન રહે તો શું કામનું? વારંવાર બંધ પડી જતા એસ્કેલેટરને કારણે પ્રવાસીઓને પરેશાની થાય છે. બ્રિજના દાદરાઓ ચડવા પડે છે. આવા એસ્કેલેટરની કાળજી લઈ ચાલુ રાખવા જોઈએ જેથી પ્રવાસીઓને હેરાન થવું ન પડે.’

આ બાબતે અન્ય એક સિનિયર સિટિઝન મહિલાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘કેટલીક વખત એસ્કેલેટર સવારે બંધ હોય છે તો કેટલીક વખત સાંજના સમયે. મોટી ઉંમરની વ્યક્તિઓ માટે એસ્કેલેટર આર્શીવાદ સમાન છે. મારા પગના ઘૂંટણમાં દુખાવો હોવાથી દાદરાઓ ચડતાં હાંફી જવાય છે આથી હું એસ્કેલેટરનો જ ઉપયોગ કરું છું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એસ્કેલેટર બરાબર કામ કરતું નથી અને અવારનવાર બંધ પડેલું હોય છે. મારા જેવા કેટલાય સિનિયર સિટિઝનોની તો હાલત થઈ જાય છે. પ્રવાસીઓને તકલીફ વેઠવી ન પડે એ માટે એસ્કેલેટર બરાબર કામ કરે છે કે નહીં એની દેખરેખ રેલવે-પ્રશાસને બરાબર રાખવી જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK