સાંતાક્રુઝ સ્ટેશનના બ્રિજ પર દિવસોથી બંધ ઇન્ડિકેટરે પ્રવાસીઓની સમસ્યા વધારી

પ્રવાસીઓની સુવિધા માટે બંધ પડેલા ઇન્ડિકેટરને ચાલુ કરવું જોઈએ.

indicator

સાંતાક્રુઝના પ્લૅટફૉર્મ-નંબર પાંચ અને છ પર નવા બનેલા બ્રિજ પર અમુક દિવસોથી ઇન્ડિકેટર બંધ હોવાથી પ્રવાસીઓને જે-તે ટ્રેનોના ટાઇમિંગની જાણ થતી નથી અને કેટલીયે વાર દોડીને ટ્રેન પકડવી પડતી હોય છે.

આ બાબતે ફરિયાદ કરનાર એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘બ્રિજ પરના બંધ ઇન્ડિકેટરને કારણે પ્લૅટફૉર્મ પર કઈ ટ્રેન આવે છે એની જાણ થતી નથી. કેટલીયે વાર જે-તે ટ્રેન પકડવા ઝડપભેર બ્રિજના દાદરા ઊતરવા પડતા હોય છે. પીક અવર્સમાં પ્રવાસીઓની સંખ્યા વધુ હોય ત્યારે કેટલીયે મુશ્કેલી સર્જાતી હોય છે. પ્રવાસીઓની સુવિધા માટે વહેલી તકે બંધ ઇન્ડિકેટરને ચાલુ કરવું જોઈએ.’

આ બાબતે અન્ય એક પ્રવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘લાંબા સમયથી ઇન્ડિકેટર બંધ હોવાથી સવારે અમારી દોડધામ વધી જાય છે. પ્લૅટફૉર્મ પરના ઇન્ડિકેટરથી ટ્રેન કયા પ્લૅટફૉર્મ પર આવશે એ ચેક કરવામાં બે વખત મારી ટ્રેન છૂટી ગઈ હતી. એમાંય પીક અવર્સમાં ખૂબ જ હેરાનપરેશાન થઈ જવાય છે. વારંવાર બંધ પડી જતા ઇન્ડિકેટરને જો બરાબર રિપેર કરવામાં આવે તો પ્રવાસીઓને થતી આ સમસ્યામાંથી છુટકારો મળી શકશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK