જે. પી. રોડ પર ફેરિયાઓનું રાજ

આ રોડ પર રાહદારીઓ કરતાં ફેરિયાઓની સંખ્યા વધારે જોવા મળે એટલા મોટા પ્રમાણમાં કબજો જમાવી લીધો છે


jp road

રોડની વચ્ચે બેસેલા શાકભાજીવાળાઓ.


ઉર્વી શાહ

અંધેરી-વેસ્ટમાં જે. પી. રોડ પર શાકભાજીવાળાઓ તથા ફેરિયાઓએ કરેલા કબજાનું મુખ્ય કારણ એ છે કે પોલીસ તેમને કંઈ કહેતી નથી કે તેઓને હટાવવા ઍક્શન લેતી નથી. આ રોડ પર રાહદારીઓ કરતાં ફેરિયાઓની સંખ્યા વધારે જોવા મળે એટલા મોટા પ્રમાણમાં કબજો જમાવી લીધો છે જેના કારણે પસાર થનારા દરેક રાહદારીને પરેશાની થઈ રહી છે.

આ બાબતે એક દુકાનદારે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ વિસ્તારમાં ફેરિયાઓ તથા શાકભાજીવાળાઓની સમસ્યા બહુ લાંબા સમયથી છે. તેમની પાસેથી પોલીસ-વૅન પસાર થઈ જશે તો પણ તેમના તરફથી નો ઍક્શન. ગમે-તેમ બેસી જનારા ફેરિયાઓ કે શાકભાજીવાળાઓને કારણે અહીંથી પસાર થતાં ખૂબ સાવચેતી રાખવી પડે છે. રોડ પણ આ જ કારણે સાંકડો થઈ જાય છે તો વળી ટ્રાફિક જૅમ પણ થાય છે. આ તો હવે રોજનો ઘટનાક્રમ થઈ ગયો છે. રોજ આ લોકો આવીને રોડ પર બેસી જાય છે અને અમારે રોજ તકલીફ સહન કરવી પડે છે. પોલીસો પણ પોતાની આંખે જોતા હોય છે, પરંતુ તેઓ પણ કોઈ જ ઍક્શન લેતા નથી કે પ્રશાસન ઍકશન લેતી નથી. આમ જનતા સમસ્યા ભોગવે અને આરામથી બેસી તમાશો જુએ એવું પ્રશાસન શું કામનું? આવા ફેરિયાઓ કે શાકભાજીવાળાઓને એક અલગ જગ્યા ફાળવવી જોઈએ જેથી તેઓ રોડનો કબજો ન કરે અને જો કરે તો તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ ફેરિયાઓને કોઈ જાતનો ડર જ નથી. પોતાની માલિકીની જગ્યા સમજીને આરામથી રોડ પર બેસેલા હોય છે. વાહન ચલાવતાં જો તેમના સામાનને જરાપણ નુકસાન થાય તો સામે ગાળાગાળી પણ કરે છે. આ ફેરિયાઓને કંઈ કહેવા જઈએ તો વળી આપણને જ સામા જવાબ આપે છે અને કહે છે કે તમે અમારું શું બગાડી લેશો. અમને કોઈનો ડર નથી. આ લોકો આવી રીતે દાદાગીરી કરતા હોય છે. પ્રશાસન તેઓ સામે કોઈ જ ઍક્શન લેવા તૈયાર ન હોવાથી અમે રોજ વગર વાંકે તકલીફ સહન કરી રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK