વિલે પાર્લેમાં સુધરાઈની ફરજ રહેવાસીઓએ બજાવી

સુધરાઈને વહેતી ગટરની કરેલી અનેક ફરિયાદો છતાં પણ કોઈ ઍક્શન લેવામાં ન આવતાં આખરે રહેવાસીઓએ પોતાના ખર્ચે ગટરનું રસ્તા પરથી વહેતું પાણી અટકાવ્યું


dranej

પહેલાં : વહેતી ગટર.


ઉર્વી શાહ

વિલે પાર્લે-ઈસ્ટમાં શ્રદ્ધાનંદ રોડ પર આવેલી શિરીન કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીની બહાર એક મહિનાથી ગટરનું પાણી રસ્તા પરથી સતત વહેતું હતું. એ બાબતે સુધરાઈનું ફોન તથા લેખિતમાં અનેક રહેવાસીઓએ ધ્યાન દોર્યું હોવા છતાં સુધરાઈ કોઈ જ ઍક્શન લેવા તૈયાર નહોતી. ચોવીસે કલાક રસ્તા પરથી વહેતા ગટરના પાણીને કારણે રહેવાસીઓ પરેશાન થઈ ગયા હતા. સુધરાઈએ ઍક્શન ન લેતાં રહેવાસીઓએ પોતાના ખર્ચે ગટરને સાફ કરાવી રસ્તા પરથી વહેતું ગંદું પાણી બંધ કરાવ્યું હતું.


dranej

અત્યારે : રસ્તા પરથી વહેતું પાણી થયું બંધ.



આ બાબતે ફરિયાદ કરતાં એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મહિનાથી ગટરના વહેતા ગંદા પાણીને કારણે ભયાનક દુર્ગંધ આવી રહી હતી. આ ઉપરાંત ગંદકી પણ વધતી જતી હતી. એક મહિનામાં સુધરાઈને અનેક વખત ફરિયાદો કરી, પરંતુ સુધરાઈએ અમારી કરેલી દરેક ફરિયાદને એક કાને સાંભળીને બીજે કાને કાઢી મૂકતાં અમારી સમસ્યા સૉલ્વ નહોતી થતી. જ્યારે વોટ જોઈતા હોય ત્યારે અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે. ચૂંટાઈ આવ્યા બાદ ફક્ત આરામથી રાજ કરતા હોય છે. લોકોની પરેશાનીઓ સૉલ્વ કરવા માટે કંઈ ખાસ ઍક્શન નથી લેવામાં આવતી. અમારી સમસ્યાઓ સામે પણ સુધરાઈએ કોઈ જ ઍકશન ન લેતાં આખરે અમે જ અમારા ખર્ચે ગટરને સાફ કરાવી સમસ્યાને સૉલ્વ કરી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK