સાંતાક્રુઝમાં ૧૦ વર્ષના છોકરાએ નવીનક્કોર કાર સળગાવી દીધી

આરોપી ઉંમરમાં નાનો હોવાથી પોલીસે તેની હજી સુધી ધરપકડ કરી નથી


fire car


૧૦ વર્ષના એક છોકરાએ બ્રૅન્ડ ન્યુ કાર સળગાવી દીધી અને ત્યાર બાદ તે અન્ય બાળકો સાથે રમી રહ્યો હોવાની ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ છે. આ બનાવ સાંતાક્રુઝના વાકોલામાં બન્યો હતો. આ સંદર્ભે કારમાલિક વાલેરિયન ડિસોઝાએ વાકોલા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સ્થાનિક લોકોની મદદથી પૂછપરછ શરૂ કરી છે, પરંતુ બાળક હોવાને કારણે તેની ધરપકડ થઈ નથી.

મેં ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં જ કાર ખરીદી હતી એમ જણાવીને કેટરિંગનો બિઝનેસ કરતા ડિસોઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં મારા ઘર પાસે કાર પાર્ક કરી હતી અને કવર ચડાવ્યું હતું. એ કાર પાસે તે છોકરો આવ્યો હતો અને કવરને આગ લગાવી હતી. આગ ફેલાતાં કારનો પાછળનો ભાગ પૂરી રીતે બળીને ખાખ થઈ ગયો હતો. મારા ઘર પાસે કામ કરતા એક મજૂરે મને સમય પર ઘટનાની જાણ કરી હતી અને પેટ્રોલની ટૅન્ક સુધી આગ પહોંચવાની તૈયારી જ હતી ત્યારે મેં આગ બુઝાવી હતી. જો પેટ્રોલની ટૅન્ક સુધી આગ પહોંચી હોત તો બ્લાસ્ટ થયો હોત. હાલમાં મેં કાર ગૅરેજમાં રિપેરિંગ માટે આપી છે. મને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું.’

CCTV કૅમેરાના ફુટેજ પ્રમાણે ૧૦ વર્ષનો તે છોકરો છૂપી રીતે કાર તરફ આવ્યો હતો અને કારના કવરમાં પૉલિથિનની બૅગ લગાવીને માચીસની મદદથી બૅગ સળગાવી હતી. એને કારણે કારના કવરે ધીમે-ધીમે આગ પકડી લીધી હતી અને કારના પાછળના ભાગમાં ફેલાઈ હતી. બૅગ સળગાવ્યા પછી છોકરો તાત્કાલિક ત્યાંથી ભાગી ગયો હતો અને પછી એ જ વિસ્તારમાં રમી રહેલાં બીજાં બાળકો સાથે રમવા લાગ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK