મુલુંડ : મંદિરે જઈ રહેલી મહિલા ખુલ્લી ગટરમાં પડી ગઈ

પોણા કલાકની જહેમત બાદ ફાયર-બ્રિગેડના જવાનોએ બહાર કાઢી

nilima


સાગર ગોર

મુલુંડ (વેસ્ટ)માં ડૉ. આંબેડકર રોડ પર સ્મિતા અપાર્ટમેન્ટ્સમાં રહેતાં બાવન વર્ષનાં નીલિમા પુરોહિત ગઈ કાલે સવારે ૬ વાગ્યે બાલરાજેશ્વર મંદિરમાં જતી વખતે મુલુંડ (વેસ્ટ)ના ભક્તિ માર્ગ પર સિવરેજનું ઢાકણું ન હોવાથી ચેમ્બરની અંદર પડી ગયાં હતાં. ઘટનાસ્થળે ઉપસ્થિત પૅટ્રોલિંગ કરી રહેલી મુલુંડ પોલીસને અને ફાયર-બ્રિગેડની ટીમ અને ઉપસ્થિત રહેલી અન્ય વ્યક્તિની મદદથી નીલિમાબહેનને બહાર કાઢવામાં પોણો કલાક લાગેલો. ત્યાર બાદ નીલિમાબહેનને સારવાર માટે મુલુંડ (ઈસ્ટ)ની સાવરકર  હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. આ ઘટના પછી BCMએ અહીં સિવરેજને નવું ઢાંકણું બેસાડ્યું હતું.

ઘટનાસ્થળે ઉપસ્થિત રહેલા રમેશ ઠક્કર અને ગોપાલ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે રોજ  આ રસ્તે વૉક કરીએ છીએ. આજે સવારે નીલિમાબહેન બાલરાજેશ્વર મંદિરમાં દર્શન  કરવા જઈ રહ્યાં હતાં ત્યારે ધ્યાન  ન રહેતાં તે ચેમ્બરની અંદર પાંચ ફુટ ઊંડે પડી ગયાં હતાં. તરત જ  તેમને ચેમ્બરમાંથી બહાર લાવવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અમે ફાયર-બ્રિગડને પણ બોલાવી  લીધેલી  અને પૅટ્રોલિંગ કરી રહેલી  પોલીસ પણ હાજર  થઈ ગઈ હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ ચેમ્બરની અંદર સીડી ઉતારીને તેમને બહાર કાઢ્યાં હતાં.’

પૅટ્રોલિંગ કરી રહેલા પોલીસ-ઑફિસર ઇન્ડલેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે ૬ વાગ્યે ઘટના બની હતી અને એનું કારણ હતું કે રસ્તા પર સિવરેજનું ઢાંકણું નહોતું. આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. નીલિમા પુરોહિતને ચેમ્બરમાંથી બહાર કાઢ્યા પછી તરત જ મુલુંડ (ઈસ્ટ)માં સાવરકર હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં, પણ તેમના પરિવારે સાવરકર હૉસ્પિટલમાંથી નજીકની પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કર્યા છે.’

મુલુંડના સામાજિક કાર્યકર નિર્મલ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મુલુંડમાં ઘણા સમયથી સિવરેજના ઢાંકણની ચોરી થઈ રહી છે, પણ ચોક્કસ પુરાવા ન હોવાથી પોલીસ પાસે ફરિયાદ કરવામાં નથી આવી.

‘મિડ-ડે’એ તેમના પરિવાર સાથે વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કર્યો હતો, પણ પરિવાર નીલિમાબહેન પડી જવાના આઘાતમાં હોવાથી તેમણે આ વિશે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK