આ રિનોવેશન ક્યારે પૂર્ણ થશે?

વાહનચાલકો, રાહદારીઓ અને દુકાનદારોનો ફક્ત એક જ સવાલ

renovation

ધીમી ગતિએ થઈ રહેલું રિનોવેશન.



મુલુંડ-વેસ્ટમાં સ્ટેશન પાસે જટાશંકર માર્ગ પર એક મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં રોડ અને ફુટપાથનું રિનોવેશન પૂર્ણ નથી થયું એથી દુકાનદારો અને રાહદારીઓ વધારે હેરાન થઈ રહ્યા છે. સ્ટેશન નજીક હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવર વધુ રહે છે. એ ઉપરાંત અહીં સુધરાઈનું રિનોવેશનનું કામ ધીમી ગતિએ થઈ રહ્યું છે જેથી રાહદારીઓને રસ્તાની વચ્ચેથી ચાલવું પડે છે એને લીધે વાહનચાલકો પણ હેરાન થઈ રહ્યા છે. ગ્રાહકોને દુકાન સુધી પહોંચવા માટે રિનોવેટ થઈ રહેલા રસ્તાને ઓળંગીને જવું પડે છે, પરંતુ અમુક સમયથી ધીમી ગતિએ થઈ રહેલા રિનોવેશનને લીધે દુકાનદારો પાસે ઓછા ગ્રાહકો આવતા હોવાથી તેઓને પણ ત્રાસ થઈ રહ્યો છે. રાહદારીઓ કે વાહનચાલકો બધાના મનમાં ફક્ત એક જ સવાલ ઊઠી રહ્યો છે કે આ રિનોવેશન ક્યારે પૂર્ણ થશે?

આ બાબતે વધુ માહિતી આપતાં અહીંના સ્થાનિક દુકાનદારોએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘એક મહિનાથી વધુ સમયથી રોડનું રિનોવેશન ચાલી રહ્યું છે. આટલા દિવસો પૂર્ણ થયા, પરંતુ સુધરાઈના કર્મચારીઓ શું કરી રહ્યા છે એની તેમને જ ખબર. આ રિનોવેશનને કારણે અમારા જૂના ગ્રાહકો પણ અહીં આવતા અચકાઈ રહ્યા છે. નવા ગ્રાહકો તો અહીં આવતા જ નથી. હવે ક્યાં સુધી આ રિનોવેશન ચાલશે?’

અહીંથી પસાર થતા એક વાહનચાલકે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રિનોવેશનને કારણે કેટલાક અકસ્માત થતા બચી ગયા છે. રિનોવેશનની ધીમી ગતિને કારણે કેટલાક લોકોને રસ્તાની વચ્ચેથી પસાર થવું પડે છે. એ જ રીતે બે કદમ દૂર બસ-સ્ટૉપ પણ આવેલું છે. ડાબી બાજુએ બસ ઊભી રહેવાથી ટ્રાફિક જૅમ થઈ જાય છે. હવે અમે રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે રિનોવેશન પૂર્ણ થાય?’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK