આ તે કેવી સિસ્ટમ?

દિવાળી નજીક છે ત્યારે સુધરાઈ તરફથી ફુટપાથનું રિનોવેશન શરૂ થતાં દુકાનદારોમાં નારાજગી

renovation



મુલુંડ-વેસ્ટના મહાત્મા ગાંધી રોડની ફુટપાથનું દિવાળીના તહેવારો નજદીક આવી રહ્યા છે ત્યારે સુધરાઈએ રિનોવેશન શરૂ કરતાં સ્થાનિક દુકાનદારોમાં નારાજગી પ્રવર્તી રહી છે.

આ બાબતે સ્થાનિક દુકાનદારોએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ રોડની ફુટપાથ ઘણા લાંબા સમયથી કથળેલી હાલતમાં છે. અનેક વાર આ બાબતમાં ફરિયાદ કરવા છતાં સુધરાઈ એનું રિનોવેશન હાથ ધરતી નહોતી. અચાનક દિવાળીના તહેવારો સમયે સુધરાઈએ ફુટપાથનું રિનોવેશન શરૂ કરવા પથ્થરો અને લાદીઓના રોડ પર ઢગલા કરી દીધા છે જેને લીધે ઘરાકોને રોડ પર અવરજવરમાં અને ફુટપાથ પર ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. અત્યારે તો ઘરાકી ઠંડી હોવાથી ખબર પડતી નથી, પણ બે દિવસમાં ઘરાકી વધી જશે. લોકો તેમનાં બાળકો સાથે ખરીદી કરવા નીકળશે ત્યારે આ પથ્થરો અને લાદીઓ નડતરરૂપ બનશે. તદુપરાંત હવે એક-બે દિવસમાં માટીના ઢગલા કરવામાં આવશે જે સારા દિવસોમાં લોકોનાં કપડાં બગાડશે અને માટી ઊડવાથી દુકાનમાં ભરેલો માલ પણ ખરાબ થશે.’

આ દુકાનદારોએ રિનોવેશન કરી રહેલા સુધરાઈના કૉન્ટ્રૅક્ટર સાથે થયેલી વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘કૉન્ટ્રૅક્ટર અત્યારે તો પંદર દિવસમાં કામ પતી જવાની મીઠી વાતો કરે છે, પણ અત્યાર સુધીમાં ક્યારેય આવા કામ આટલા ટૂંકા સમયમાં પૂર્ણ થયા હોય એવું જોવા મળ્યું નથી. સુધરાઈના અધિકારીઓએ આ વાતનો ખ્યાલ રાખી કૉન્ટ્રૅક્ટરને કામ શરૂ કરવાની પરવાનગી આપવી જોઈએ. આ તો અમારી દિવાળી બગાડવાની વાત છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK