મુલુંડમાં રેલવેના પાટા પર પડતાં-પડતાં રહી ગઈ કાર

અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા : ટીનેજર ડ્રાઇવર પાસે લાઇસન્સ હોવા વિશે શંકા


Mulund accident


મુલુંડમાં ઈસ્ટ અને વેસ્ટના ફ્લાયઓવર પર ગઈ કાલે સાંજે એક કાર-અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. કાર છેલ્લી પળે અટકી જતાં રેલવે-ટ્રૅક પર પડી જતાં રહી ગઈ હતી. આ કાર એક કૉલેજિયન ટીનેજર ડ્રાઇવ કરી રહ્યો હતો.

Mulund accident


Mulund accident


આ બાબતની માહિતી આપતાં આ અકસ્માતને નજરે જોનારા એક રાહદારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજના પાંચ વાગ્યાની આસપાસ એક કાર મુલુંડ (વેસ્ટ)માંથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે તરફ ફુલ સ્પીડમાં જઈ રહી હતી. અચાનક ટીનેજર ડ્રાઇવરે કાર પરથી નિયંત્રણ ગુમાવી દેતાં કાર ફુટપાથ પર ચડીને અટકી ગઈ હતી. એને લીધે ફુટપાથ પર જઈ રહેલા એક રાહદારીને ઈજા થઈ હતી. કારનો ખુડદો બોલી ગયો હતો. નવઘર પોલીસે આવીને ટીનેજરની ધરપકડ કરી હતી.’

Mulund accident

આ સંદર્ભમાં નવઘર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે અકસ્માત બાદ કાર સમયસર અટકી ગઈ હતી. કાર અટકી ન હોત તો કદાચ સીધી રેલવે-ટ્રૅક પર પડી હોત. એને લીધે કદાચ મોટી દુર્ઘટના થવાની શક્યતા નકારી શકાતી નથી. ટીનેજર પાસે લાઇસન્સ હતું કે નહીં, તે કાર પર નિયંત્રણ ખોઈ બેઠો કે કેમ એ બધી બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. તેને મુલુંડની જ એક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK