મુલુંડનાં ૮૬ વર્ષનાં કચ્છી મહિલા હૉસ્પિટલમાંથી પાછાં કચરાવાળા ઘરમાં

તેમના ઘરમાં બાકી રહેલો કચરો ઉપાડવા BMC હજી પણ અવઢવમાં : પોલીસે મણિબહેન સાવલાના દીકરાને બોલાવીને કડક ચેતવણી આપી

manibahen





જયેશ શાહ

મુલુંડ (વેસ્ટ)ના ઝવેર રોડ પર આવેલી ગાઇડ સોસાયટીમાં રહેતા આર્થિક રીતે સુખી-સંપન્ન સાવલા પરિવારે તેમનાં ૮૬ વર્ષનાં મમ્મી મણિબહેનને હૉસ્પિટલમાંથી શુક્રવારે ઘરમાં પાછાં લાવીને ફરી તીવ્ર દુર્ગંધ મારતા કચરાના ઢગલાવાળા રૂમમાં રાખ્યાં છે. એને પગલે સોસાયટીના સેક્રેટરીએ તેમના દીકરાઓ સામે પગલાં લેવાની પોલીસને જાણ કરી હતી. ગઈ કાલે મુલુંડ પોલીસે જાહેર આરોગ્યના મામલે મણિબહેનના દીકરા ચુનીલાલ સાવલાને પોલીસ-સ્ટેશનમાં બોલાવીને ફરી કડક ચેતવણી આપી હતી.

મણિબહેનને દયનીય હાલતમાં તીવ્ર દુર્ગંધ મારતા કચરાના ઢગલા વચ્ચેથી ગયા અઠવાડિયે પોલીસની હાજરીમાં તેમના ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. પોલીસે આ ઘરના માલિક હરિભાઈ સાવલાને બાકીનો કચરો તાત્કાલિક દૂર કરવાની તાકીદ કરી હતી, પરંતુ હજી સુધી તેમણે રૂમો ભરીને રાખવામાં આવેલા દુર્ગંધ મારતા કચરાને દૂર કર્યો નથી.

બીજી તરફ પોલીસે સ્થાનિક કાર્યકર વિરલ શાહની અરજીને પગલે BMCને મંગળવારે એક લેટર દ્વારા જાહેર આરોગ્યની સ્થિતિ કથળે નહીં એ માટે પગલાં લેવા જણાવ્યું હતું. જોકે BMCના T વૉર્ડના સાર્વજનિક આરોગ્ય-અધિકારી હજી લોકોના સ્વાસ્થ્યના મુદ્દે અવઢવમાં છે. ગઈ કાલ સુધી તેમણે પોલીસે આપેલા લેટર પછી પણ કોઈ કાર્યવાહી કરી નહોતી.

ગાઇડ સોસાયટીના સેક્રેટરી વિષ્ણુ મનવડકરે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ગાઇડ સોસાયટીમાં રહેતા ચુનીલાલ સાવલાના પરિવાર દ્વારા દુર્ગંધ મારતો કચરો વષોર્થી ભેગો કરવામાં આવ્યો હતો. એને કારણે આ સોસાયટીના સભ્યોના અને જાહેર જનતાના આરોગ્યની સ્થિતિ કથળે એવી શક્યતા છે. અનેક વખત સોસાયટીની મીટિંગમાં તેઓ ટાઇમ આપે છે, પરંતુ કચરો સાફ કરવાને બદલે વષોર્થી ગંદકીવાળો કચરો ઘરની બધી રૂમોમાં એકઠો કર્યો છે. હવે અમારો શું વાંક છે? ક્યાં સુધી અમારી સોસાયટીના સભ્યોના આરોગ્યના મામલે અમે સમાધાન કરીએ? અમને આ ત્રાસમાંથી છોડાવો. કેન્દ્ર સરકાર ગંદકીમુક્ત ભારતના નર્મિાણની જાહેરાત આપે છે અને બીજી તરફ BMCના સંબંધિત અધિકારી આ મામલે કોઈ પગલાં લેતા નથી.’

BMCના T વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત સકપાલનો ‘મિડ-ડે’એ આ વિશે વાત કરવા ગઈ કાલે મોબાઇલ પર સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઊંચક્યો નહોતો.

સ્થાનિક નગરસેવક પ્રકાશ ગંગાધરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મેં BMCના સંબંધિત અધિકારીને ગાઇડ સોસાયટીના આરોગ્યના મામલે તાત્કાલિક પગલાં લેવા જણાવીને આ પરિવાર સામે ઘરમાં દુર્ગંધ મારતો કચરો રાખવાના મામલે દંડાત્મક કાર્યવાહી કરવા કહ્યું છે.

મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે BMCને એક લેટર લખ્યો છે. એમાં ગાઇડ સોસાયટીમાં રહેતા સાવલા પરિવારના ઘરમાં પડેલો સ્વાસ્થ્યને જોખમકારક કચરો સાફ કરવા જણાવ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK