ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ માટે સુધરાઈ ટૂંક સમયમાં જ ટેન્ડર બહાર પાડશે

શહેરના ત્રણ પ્લાન્ડ ઈસ્ટ-વેસ્ટ લિન્ક રોડમાંથી શહેરના અંતિમ અને સૌથી લાંબા ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ માટે સુધરાઈ ટૂંક સમયમાં જ ટેન્ડરો બહાર પાડશે.


ચિંતન શાહ

સાકીવિહારથી લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ સુધીના ૯ કિલોમીટર લાંબા એલિવેટેડ રોડનો અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે રોડ તરફ આરે રોડથી સાકીવિહાર સુધીના ૯ કિલોમીટર લાંબા માર્ગનો આ ૧૬ કિલોમીટર લાંબા ગોરેગામ-મુલુંડ લિન્ક રોડમાં સમાવેશ થાય છે. ઈસ્ટ-વેસ્ટને જોડતો ૧૦.૮ કિલોમીટર લાંબો જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ અને ૬.૪૫ કિલોમીટર લાંબો સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ માર્ચ મહિનામાં જ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ ગોરેગામ-મુલુંડ લિન્ક રોડને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી અવરજવર કરતા લોકોને રાહતનો અનુભવ થશે.

ટેન્ડરો ત્રણ મહિનામાં આમંત્રિત કરાશે અને અપેક્ષિત છે કે છ મહિનામાં કામ શરૂ થશે. આ આયોજનની ગોઠવણીને કારણે સુધરાઈના અધિકારીઓને આશા છે કે પ્રોજેક્ટ કોઈ પણ અડચણ વિના અમલમાં મૂકવામાં આવશે. લૅન્ડ એક્વિઝિશન, રી-સેટલમેન્ટ, ગ્રીન-કવર ડિસ્ટ્રક્શન અથવા કોઈ પણ પ્રકારનો સામાજિક કે રાજકીય હસ્તક્ષેપ નહીં થાય. પહેલાંના પ્લાનમાં રોડ સંજય ગાંધી નૅશનલ પાર્કમાંથી પસાર કરવાની યોજના હતી અને તેથી જ રોડ ક્લિયરન્સમાં અટવાઈ ગયો હતો. પાછું રસ્તાના થોડાક હિસ્સાના બાંધકામ માટે ટનલ બનાવવી પડત જે ખર્ચાળ અને સમય માગી લેનારું હોત.

એસ.વી.આર. શ્રીનિવાસ, ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (રોડ્સ)નું કહેવું હતું કે ‘સૂચિત માર્ગ માટેની જમીન  સુધરાઈની હોવાથી કોઈ બાધા નહીં નડે. ઉપરાંત અમે યોજનામાં કરેલા બદલાવને કારણે ૩૦૦થી ૪૦૦ વૃક્ષોનો બચાવ થશે અને થોડાં વૃક્ષો રી-પ્લાન્ટ કરવામાં આવશે. આથી  ગ્રીન-કવર ડિસ્ટ્રક્શન પણ નહીં થાય.’

શ્રીનિવાસે વધુ ઉમેરતાં કહ્યું હતું કે ‘હાલમાં આરે રોડ પર નાના-મોટા ખાડાઓ ખૂબ જ છે જેને પાલિકા ટૂંક સમયમાં જ ભરવાની શરૂઆત કરશે. મેં લોકલ વૉર્ડને રસ્તો રિપેર કરવાની સૂચના આપી છે. પાલિકાએ રોડને ટેકઓવર કર્યા પછી ટોલ લેવાનું બંધ કરવામાં આવ્યું છે અને ટોલ પોસ્ટને તોડી પાડવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં અમે માર્ગને ચાર લેનવાળો માર્ગ બનાવીશું અને પછીથી એ માર્ગને છ લેનના માર્ગમાં તબદિલ કરીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK