મુલુંડની ટીનેજર ગર્લની મોતની છલાંગ : હત્યા કે આત્મહત્યા?

મુલુંડમાં ટીનેજરની આત્મહત્યા કે હત્યા? બિલ્ડિંગમાં સાંજે સવાચાર વાગ્યે એન્ટર થયા બાદ છેક બે કલાકે નીચે પછડાઈ : તેના હાથમાં લખ્યું છે - I hate you M

mulund





મુલુંડ (વેસ્ટ)માં ગઈ કાલે સાંજે લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલા ૧૨ માળના મહાવીર ટાવર નામના બિલ્ડિંગમાંથી પડીને એક ટીનેજરનું મૃત્યુ થયું હોવાનો બનાવ બન્યો હતો. આ ટીનેજરે જોકે કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી હતી કે પછી તેને કોઈએ ધક્કો મારીને તેની હત્યા કરી નાખી હતી એ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ કપડાં પરથી સારા ઘરની જણાઈ આવતી ટીનેજર ગઈ કાલે સાંજે લગભગ ૪.૧૬ વાગ્યે બિલ્ડિંગમાં એન્ટર થઈ હોવાનું બિલ્ડિંગના CCTV  કૅમેરામાં રેકૉર્ડ થયું છે. ત્યાર બાદ છેક સવાછ વાગ્યે બિલ્ડિંગના પાછળની તરફ જોરથી કંઈ નીચે પછડાયું હોવાનો અવાજ આવ્યો હતો. એને પગલે રહેવાસીઓ અને વૉચમૅને તપાસ કરતાં ટીનેજર નીચે પડેલી જોવા મળી હતી. તેના શ્વાસ ચાલી રહ્યા હોવાનું જણાતાં સ્થાનિક લોકો તરત પોલીસને જાણ કરવાની સાથે જ બાજુના બિલ્ડિંગમાં જ આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

પોલીસના કહેવા મુજબ મરનાર ટીનેજરની કોઈ ઓળખ થઈ નથી. બિલ્ડિંગમાં પણ તેને કોઈ ઓળખતું નથી. તેની પાસે મોબાઇલ ફોન, પર્સ જેવું કંઈ મળ્યું ન હોવાને કારણે તેની ઓળખ થઈ શકી નથી, પણ તેના હાથમાં બ્લુ કલરની બૉલપેનથી ‘આય હેટ યુ પ્’ એવું તેણે લખ્યું હતું. એના પરથી કોઈ પ્ પરથી નામ ધરાવનારે તેને છેતરી હોવી જોઈએ એવું અનુમાન છે.

ટીનેજર બિલ્ડિંગમાં જ કોઈ ઓળખીતા મિત્રના ઘરે આવી હશે અને તેનો કોઈની સાથે ઝઘડો થયા બાદ તેણે તેના ઘરેથી કૂદકો મારીને આત્મહત્યા કરી હશે અથવા તો પછી તેની કોઈએ હત્યા કરી હોવી જોઈએ એ ઍન્ગલથી પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે બિલ્ડિંગની ટેરેસ લૉક હોવાને કારણે કોઈ ટેરેસ પર જઈ શકે એવી શક્યતા જ નહોતી તેમ જ બિલ્ડિંગનો એવો કોઈ પેસેજ પણ નથી કે કોઈ ત્યાંથી કોઈ કૂદકો મારી શકે.

પોલીસના કહેવા મુજબ તે ગઈ કાલે સાંજે બિલ્ડિંગમાં ૪.૧૬ મિનિટે એન્ટર થઈ હોવાનું બિલ્ડિંગના CCTV કૅમેરામાં રેકૉર્ડ થયું છે. ત્યાર બાદ છેક સવાછ વાગ્યે બિલ્ડિંગના પાછળના હિસ્સા નીચે પડેલી જોવા મળી હતી. એનો મતલબ એવો થાય છે કે તે બિલ્ડિંગમાં જ કોઈ ઓળખીતાના ઘરે બે કલાક હોવી જોઈએ અને ત્યાર બાદ તેણે કૂદકો માર્યો હોવો જોઈએ અથવા તેને ધક્કો મારવામાં આવ્યો હોઈ શકે. અત્યારે તો યુવતીની ઓળખ કરવાનું કામ ચાલી રહ્યું છે. સાથે જ તે બિલ્ડિંગમાં કોને ત્યાં આવી હતી, બિલ્ડિંગમાં તેનું ઓળખીતું કોણ હતું, શું તેનો કોઈ પ્રેમી હતો અને તેની સાથે તેનો ઝઘડો થયા બાદ તેણે આ પગલું લીધું હતું એવી વિવિધ થિયરી પર તપાસ ચાલી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK