નવરાત્રિમાં સ્કૂલ બંધ

આપણે ત્યાં નોરતાં દરમ્યાન ઘણી સ્કૂલોમાં એક્ઝામ્સ ચાલે છે ત્યારે મુલુંડના શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરે સ્ટુડન્ટ્સને નવરાત્રિ માણવા ૯ દિવસની રજા આપી છે

Mulund School



અલ્પા નિર્મલ

‘ભારતીય સંસ્કૃતિ બચાવો’, ‘નવી પેઢીને આપણું કલ્ચર શીખવો’ એવી બૂમાબૂમ વર્ષોથી થાય છે છતાંય એ સારુ બહુ નક્કર પગલાં લેવામાં નથી આવતાં એમાં મુલુંડ (વેસ્ટ)ના સર્વોદયનગરમાં આવેલા શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરે તેમના સ્ટુડન્ટ્સ સ્ટ્રેસ-ફ્રી રહીને નવરાત્રિ માણી શકે એ માટે નવેનવ દિવસ સ્કૂલ બંધ રાખીને સ્ટુડન્ટ્સને આપણા સંસ્કાર અને સંસ્કૃતિથી પરિચિત થવાનો મોકો આપ્યો છે.

સ્કૂલનાં ચીફ ઍડ્મિનિસ્ટ્રેટર નીના નયહાર ‘મિડ-ડે’ને કહે છે, ‘ભારતના દરેક રાજ્યમાં નવરાત્રિ ઊજવવામાં આવે છે. જોકે એની ઉજવણીનું સ્વરૂપ અલગ-અલગ હોય છે. એ સમસ્ત દેશનું મુખ્ય સાંસ્કૃતિક પર્વ છે એથી જ ભારતભરમાં ફેલાયેલી અમારી સ્કૂલો સ્ટેટ ગવર્નમેન્ટના એજ્યુકેશનલ નિયમોને ધ્યાનમાં રાખીને રજાઓ રાખે છે. અમે કોશિશ કરીએ છીએ કે આ દિવસોમાં છુટ્ટી આપીને બાળકને સ્કૂલના બંધનથી ફ્રી રાખીએ જેથી તે મુક્તપણે તહેવારો માણી શકે.’

૨૦૦૨માં મુલુંડમાં શરૂ થયેલી ICSE બોર્ડની આ સ્કૂલમાં નર્સરીથી લઈને ટેન્થ સ્ટાન્ડર્ડ સુધીના ૧૪૫૦ સ્ટુડન્ટ્સ છે.

સત્રાંત પરીક્ષા પહેલાં લઈ લીધી

મુંબઈની મોટા ભાગની સ્કૂલોમાં આ જ દિવસોમાં ટર્મિનલ એક્ઝામ્સ ચાલતી હોય છે ત્યારે મુલુંડના શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરે નવરાત્રિ પર્વ પહેલાં જ બાળકોની એક્ઝામ લઈ લીધી હતી. નીના નયહાર ‘મિડ-ડે’ને કહે છે કે સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સને રજાઓ પછી પરીક્ષા છે એવું ટેન્શન ન રહે એટલે અમે વર્ષ શરૂ થયું ત્યારથી જ એ રીતે ભણાવવાનું સિલેબસ બનાવ્યું કે પહેલાં પરીક્ષાઓ લઈએ તો વાંધો ન આવે.

નવ દિવસની રજાઓ કઈ રીતે ઍડ્જસ્ટ કરશો? એવા સવાલના જવાબમાં નીના નયહાર કહે છે કે દિવાળીની રજાઓના દિવસો કટ કરીને અને વચ્ચે-વચ્ચે શનિવારે સ્કૂલ ચાલુ રાખીને અમે ૯ દિવસની રજા સેટ કરી દઈશું. આમ તો આ વિદ્યાલય જ્યારથી શરૂ થયું છે ત્યારથી નવરાત્રિ નિમિત્તે ઍડ્જસ્ટ કરીને ૩થી ૬ દિવસની છુટ્ટી આપે જ છે, જેમાં આ વર્ષે તેમણે આખી નવરાત્રિ દરમ્યાન સ્કૂલ બંધ રાખી છે. જોકે મુંબઈમાં એની ધારાવી અને બોરીવલી બ્રાન્ચની સ્કૂલ ચાલુ છે.

નવરાત્રિમાં હોમ-હવન

મુલુંડના શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરમાં આર્ટ ઑૅફ લિવિંગ શીખવતાં હરીશ પટેલ કહે છે, ‘નવરાત્રિ એ આત્માની ભીતર જવાનું પર્વ છે. આ દિવસોમાં પૂજા, યજ્ઞ, સાધના, તપ દ્વારા તન-મનમાંથી તમસનો નાશ કરી સત્ય તરફ ગતિ કરવાની છે. આ નવો પ્રયોગ નથી, હિન્દુ સંસ્કૃતિની પ્રાચીન શૈલી જ છે અને અમે એ અનુસાર નવરાત્રિના ચોથા, પાંચમા અને છઠ્ઠા દિવસે અલગ-અલગ યજ્ઞો કરીએ છીએ. જોકે સ્ટુડન્ટ્સે એમાં આવવું કમ્પલ્સરી નથી, જેમને રસ હોય તેઓ આવી શકે. આમ તો આ વિધાનો દ્વારા સ્ટુડન્ટ્સને આપણી સંસ્કૃતિનો જ પરિચય આપવામાં આવે છે અને એ જ પરિપ્રેક્ષ્યમાં અમે અમારી સ્કૂલમાં એક દિવસ રાસ-ગરબાનું આયોજન પણ કર્યું હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK