ચેમ્બુરમાં 3 મહિનાના ડૉગીને ટેરેસ પરથી નીચે ફેંકીને હત્યા કરાઈ

ગુજરાતી જીવદયાપ્રેમીના હસ્તક્ષેપને લીધે પોલીસે ફરિયાદ નોંધવી પડી


The three-month-old puppy died


રણજિત જાધવ

લગભગ એક વર્ષ પહેલાં ચેન્નઈમાં એક બિલ્ડિંગની ટેરેસ પરથી એક કૂતરાને ફેંકી દેવાઈ રહ્યાનો વિડિયો વાઇરલ થતાં પ્રાણીપ્રેમીઓનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો હતો, પરંતુ સદ્ભાગ્યે એ કૂતરો બચી ગયો હતો. 

તાજેતરમાં આવી એક ઘટના ચેમ્બુરમાં બની હતી. આ ઘટનામાં ત્રણ મહિનાના ગલૂડિયાને બે માળના બિલ્ડિંગની ટેરેસ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યું હતું અને એનું મોત થયું હતું.

આ ઘટનામાં ૨૪ જાન્યુઆરીએ ચેમ્બુરમાં તોલારામ સોસાયટીમાં  બે માળના બિલ્ડિંગ પરથી એક રખડતા ગલૂડિયાને નીચે ફેંકી દેવામાં આવ્યું હતું અને જમીન પર પડતાં એ મરી ગયું હતું. RCF પોલીસ-સ્ટેશને આ વિશે FIR નોંધ્યો છે. પોલીસ તોલારામ સોસાયટીના રખડુ કૂતરાઓ વિરોધી અમુક રહેવાસીઓની પૂછપરછ કરવાનું વિચારી રહી છે.

The three-month-old puppy died after it was allegedly flung off the terrace of this building in Chembur

સોસાયટીના એક રહેવાસીએ માહિતી આપી હતી કે ‘સાંજે પાંચેક વાગ્યે અમે કૂતરાઓનો ભસવાનો અવાજ સાંભળ્યો હતો અને લગભગ ૨૦ મિનિટ પછી કૂતરાની લાંબી ચીસ સંભળાઈ હતી. ત્યારે અમે જમીન પર કંઈક પડવાનો અવાજ પણ સાંભળ્યો હતો. અમે તરત બહાર દોડ્યા હતા અને ગલૂડિયાને તરફડતું જોયું હતું. થોડી મિનિટોમાં જ એ મૃત્યુ પામ્યું હતું.’

પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં માહિતી મળી હતી કે ગલૂડિયાનું ગંભીર આંતરિક ઈજા થવાથી અને લોહી વહી જવાથી મૃત્યુ થયું હતું.

સોસાયટીના એક અન્ય રહેવાસીએ માહિતી આપી હતી કે ‘અમારી સોસાયટીના અમુક સભ્યો કૂતરાઓ સાથે ખરાબ વર્તણૂક કરે છે અને એમને પથ્થર મારે છે. અમે આ વિશે સોસાયટીના કમિટી-મેમ્બરો અને સેક્રેટરીને ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે આના વિશે કોઈ પગલાં લીધાં નહોતાં.’

પીટા ઇન્ડિયાના ઇમર્જન્સી રિસ્પૉન્સ કો-ઑર્ડિનેટર મીત આશરે કહ્યું હતું કે ‘આ ઘટનાથી ચિંતિત સોસાયટીની એક મહિલાએ મારો સંપર્ક કર્યો હતો એટલે મેં RCF પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી હતી અને તેમને FIR નોધવાનું જણાવ્યું હતું. પોલીસે FIR નોંધ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK