ગુજરાતી ફૅમિલીને નેપાલી ફટકો

મુલુંડનો ગણાત્રા પરિવાર દિવાળીની શૉપિંગ કરવા ગયો ત્યારે ઘરનો નોકર માલિકની કારમાં જ તિજોરી લઈને પલાયન : એમાં સોના-ચાંદીના દાગીના અને કૅશ મળીને ૩૭ લાખ રૂપિયાની મતા હતી

Deepak Shahu

મહાબદમાશ : ચોરીનો સામાન લઈને નેપાલી નોકર દીપક શાહુ ગણાત્રા પરિવારની જ ટૉયોટા કારમાં રફુચક્કર થઈ ગયો હતો. તસવીરો : નીતિન મણિયાર



મુલુંડ (વેસ્ટ)માં આવેલી મુલુંડ કૉલીનીમાં રહેતા ગણાત્રા પરિવારને શનિવારે દિવાળીની શૉપિંગ કરવા જવાનું ભારે પડ્યું હતું. તેમના ઘરે ચાર વર્ષ સુધી કામ કરનારો ૩૧ વર્ષનો નેપાલી નોકર ફક્ત ચાર કલાકની અંદર જ તેમના ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલી ૨૫ કિલોની આખી તિજોરી તેમની જ ટૉયોટા કારમાં ભરીને ભાગી છૂટ્યો હતો. ફક્ત ચાર કલાકની અંદર નેપાલી નોકર ૩૬,૮૫,૦૦૦ રૂપિયાની માલમતા લૂંટીને ચોકીદારની આંખની સામે જ ભાગી છૂટ્યો હતો.

મુલુંડ પોલીસે જણાવ્યું હતું કે ‘મુલુંડ કૉલોનીમાં જયશાસ્ત્રીનગરમાં આવેલી ડ્રીમલૅન્ડ સોસાયટીમાં સુરેશ ગણાત્રા તેમની પત્ની, દીકરો, પુત્રવધૂ અને તેમના છોકરા સાથે રહે છે. તેમના ઘરે છેલ્લાં ચાર વર્ષથી મૂળ નેપાલનો પણ મુલુંડ (વેસ્ટ)માં વૈશાલીનગરમાં રહેતો દીપક તેજબહાદુર શાહુ કામ કરતો હતો. લગભગ એક વર્ષ પહેલાં જ તે કોઈ કારણસર નોકરી છોડી ગયો હતો. જોકે ચાર મહિના પહેલાં તે પાછો તેમના પરિવારમાં નોકર તરીકે જોડાયો હતો. તે ઘરમાં અત્યંત વિશ્વાસુ હતો. શનિવારે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ આખો ગણાત્રા પરિવાર કુર્લામાં દિવાળીની શૉપિંગ કરવા ગયો હતો અને સાંજે તેઓ આવ્યા ત્યારે તેમને ચોરીની જાણ થઈ હતી.’

ચોરીના બનાવ વિશે વધુ માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે ‘શૅરબજારનું કામ કરતા સુરેશના ઘરે બે નોકર હતા. એક દીપક અને બીજો શેખર. શનિવારે બપોરે આખો પરિવાર શૉપિંગ માટે નીકળ્યો ત્યારે ઘરમાં બન્ને નોકર હાજર હતા. બપોરે સાડાત્રણ વાગ્યે શેખરની ડ્યુટી પૂરી થઈ જતાં ઘરેથી નીકળી ગયો હતો અને દીપક ઘરમાં એકલો જ હતો ત્યારે તેણે આખો કાંડ કયોર્ હતો. રાતના નવ વાગ્યે ગણાત્રા પરિવાર ઘરે આવ્યો ત્યારે તેમને બંગલામાં પાર્ક કરેલી ટૉયોટા ગાડી દેખાઈ નહોતી. એટલું જ નહીં, બંગલાની લાઇટ પણ ચાલુ જોવા મળી હતી એટલે તેમણે પોતાના દીકરા ફિલિપ સાથે તપાસ કરતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું બંધ હતું, પણ પાછળના દરવાજાનું તાળું ખુલ્લું હતું. ઘરમાં દાખલ થતાં તેમને નોકર દીપક દેખાયો નહોતો અને ઘરમાં બેડરૂમમાં જ્યાં કબાટ અને તિજોરી રહેતાં હતાં ત્યાં બધું વેરવિખેર જોવા મળ્યું હતું. એમાં રહેલા દાગીના અને પૈસા ચોરાઈ ગયા હતા અને દીપકનો ફોન પણ લાગતો નહોતો. એટલે તેમણે તરત બીજા નોકર શેખરને ફોન કર્યો તો તેણે ઘરમાં છેલ્લે દીપક જ હોવાનું કહ્યું હતું. એટલે તેમણે તરત પોલીસમાં ફરિયાદ કરી હતી.

દીપકને શોધવામાં સફળતા મળી નથી, પણ પોલીસે દીપકના વૈશાલીનગરમાં રહેતા પરિવારને સભ્યોને પૂછરછ માટે અટકાયમાં લીધા છે.

ચોરીમાં શું-શું ગયું?

ચોરાયેલી વસ્તુઓમાં સોના-ચાંદી અને ડાયમન્ડના દાગીના, ચાંદીનાં વાસણો, સોનાના સિક્કા, ૨,૨૫,૦૦૦ જેટલી રોકડ રકમ, ચાર લાખ રૂપિયાની ટૉયોટા કાર સહિત કુલ ૩૬,૮૫,૦૦૦ રૂપિયાની માલમતાનો સમાવેશ થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK