સિનિયર સિટિઝન મહિલાએ દસમા માળના ફ્લૅટની બાલ્કનીમાંથી ક્યારે કૂદકો મારી દીધો એની પરિવારજનોને ખબર જ ન પડી

મુલુંડમાં ૬૫ વર્ષનાં કચ્છી લોહાણા રમા કતીરાની શૉકિંગ આત્મહત્યા

building



મુલુંડ (વેસ્ટ)ના LBS માર્ગ પર આવેલા ૨૫ માળના વિકાસ પૅરેડાઇઝના ફેઝ વનમાં રહેતાં ૬૫ વર્ષનાં રમા કતીરાએ ગઈ કાલે સવારે આઠ વાગ્યે દસમા માળે આવેલા તેમના જ ફ્લૅટની બાલ્કનીમાંથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. નવાઈની વાત તો એ છે કે રમાબહેને આત્મહત્યા કરી ત્યારે પરિવારના સભ્યો ઘરમાં જ હતા, પરંતુ રમાબહેને અચાનક ક્યારે કૂદકો માયોર્ એની તેમના પરિવારના કોઈ જ સભ્યને ખબર ન પડી.

ગઈ કાલે સવારે આઠ વાગ્યે કચ્છી લોહાણા રમાબહેનની પુત્રી જિજ્ઞાને અચાનક મમ્મી ઘરમાં કશે ન દેખાતાં તે ચિંતિત થઈ ગઈ હતી. તેણે તરત જ તેના પપ્પા મૂલજીભાઈ, ભાઈ ભાવેશ અને ભાભીને ઘરમાં મમ્મી નથી દેખાતાં એની જાણ કરી. બધાએ પહેલાં તો તેમના ફ્લૅટની અંદર બધે જ તપાસ કરી હતી. રમાબહેન નજરે ન પડતાં તેઓ સોસાયટીમાં તેમની તપાસ કરવા નીકળ્યાં હતાં. આ વાતની સોસાયટીના વૉચમૅનને જાણ થતાં તે કતીરાપરિવાર સાથે રમાબહેનને શોધવા જોડાયો હતો. ચારેબાજુ શોધખોળ કરવા છતાં કશેય રમાબહેન નહોતાં દેખાતાં. સોસાયટીના સભ્યોને ખબર પડતાં તેઓ પણ શોધવા લાગ્યા હતા, પણ રમાબહેન મળતાં નહોતાં.

કતીરાપરિવારને રમાબહેન ન મળતાં બધાનું ટેન્શન વધી ગયું હતું. ત્યાં સોસાયટીના વૉચમૅને તેરમા માળેથી જોયું તો સોસાયટીના ગ્રાઉન્ડમાં રમાબહેન પડેલાં દેખાયાં. તેણે બૂમ મારીને કતીરાપરિવારને નીચે ગ્રાઉન્ડમાં રમાબહેન પડેલાં છે એની જાણ કરી. તરત જ કતીરાપરિવાર અને સોસાયટીના મેમ્બરો ગ્રાઉન્ડમાં દોડી ગયા હતા. ત્યાં જઈને જોયું તો રમાબહેનની ડેડ-બૉડી પડેલી હતી.

કતીરાપરિવાર રમાબહેનની ડેડ-બૉડી જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. તેમણે તરત જ પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસે આવીને રમાબહેનની ડેડ-બૉડીને પહેલાં મુલુંડની અગરવાલ હૉસ્પિટલમાં અને ત્યાર બાદ ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં મોકલી હતી. પોસ્ટમૉર્ટમ કર્યા બાદ તેમની બૉડી તેમના પરિવારને પોલીસે સોંપી દીધી હતી.

આ માહિતી આપતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રમાબહેન ઘણા સમયથી માનસિક તનાવમાં હતાં. એને લીધે તેમણે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હોય એવું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. અમે રમાબહેનના આકસ્મિક મૃત્યુની નોંધ કરીને તેમના પરિવારને તેમની ડેડ-બૉડી અંતિમ સંસ્કાર માટે સોંપી દીધી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK