હૉસ્પિટલના સ્ટાફની બેદરકારીને લીધે મલાડની ગુજરાતી મહિલાનું મોત?

સવિતા શાહને મલાડથી KEM હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતાં એ દરમ્યાન જીવ જતો રહ્યો: ઍમ્બ્યુલન્સ ખૂબ ધીમી જઈ રહી હતી અને અધવચ્ચે જ ઑક્સિજન ખૂટી પડ્યો હતો એવો આક્ષેપ

women dead



સદ્ગુરુ પંડિત

સોમવારે સેંકડો લોકો અરુણા શાનબાગને આંસુભરી આંખે છેલ્લી વિદાય આપતા હતા ત્યારે KEM હૉસ્પિટલના કૅઝ્યુઅલ્ટી ડિપાર્ટમેન્ટની બહાર ધાંધલ ચાલતી હતી. ૪૫ વર્ષનાં ગુજરાત મહિલા સવિતા શાહને મલાડની પ્રાઇવેટ હૉસ્પિટલમાંથી ઍમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યાં કે તરત જ તેમને મૃત્યુ પામેલાં જાહેર કરવામાં આવ્યાં હતાં.

સવિતા શાહના ફૅમિલી-મેમ્બર્સે એવો આક્ષેપ મૂક્યો હતો કે ‘મલાડની પ્રાઇવેટ હૉસ્પિટલનો સ્ટાફ એ માટે જવાબદાર છે. મલાડથી નીકળેલી ઍમ્બ્યુલન્સ ધીમે-ધીમે આગળ વધતી હતી અને ૮૦ મિનિટે KEM હૉસ્પિટલમાં પહોંચી હતી. એ ઉપરાંત રસ્તામાં ઑક્સિજન ખૂટી પડ્યો હતો. આ બે કારણોને લીધે તેઓ મૃત્યુ પામ્યાં હતાં.’

મલાડના પોલીસ-અધિકારીઓએ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને તેઓ પ્રાઇવેટ હૉસ્પિટલની બેદરકારીના આરોપની તપાસ કરી રહ્યા છે. એક રેડિયોલૉજિસ્ટનાં અસિસ્ટન્ટ સવિતાબહેને સોમવારે પરોઢિયે જંતુનાશક દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યા બાદ તેમને મલાડ (વેસ્ટ)ની SV રોડ પરની રિદ્ધિવિનાયક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ડૉક્ટરોએ તેમને કૅઝ્યુઅલ્ટી વૉર્ડમાં લઈ જઈને તેમની હાલત સ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો.

રિદ્ધિવિનાયક હૉસ્પિટલમાં સવિતાબહેનની સારવાર કરતા એક ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘બપોરે સાડાબાર વાગ્યે સવિતાના ફૅમિલી-મેમ્બર્સે તેમને ડિસ્ચાર્જ આપવાની માગણી કરી હતી. દરદીને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં ત્યારે તેમની હાલત ગંભીર હતી. વળી એ મેડિકો-લીગલ કેસ હોવાથી અમે દરદીને ડિસ્ચાર્જ ન આપી શકીએ. જોકે ફૅમિલી-મેમ્બર્સે સારવારનો ખર્ચ પરવડતો ન હોવાથી સવિતાબહેનને વધુ સારવાર માટે KEM હૉસ્પિટલમાં લઈ જવાની માગણી કરી હતી.’

ફૅમિલી-મેમ્બર્સની માગણી પ્રમાણે ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલના એક અને ફૅમિલી-મેમ્બર્સના ઓળખીતા એક એમ બે ડૉક્ટરો સાથે હતા. મલાડની હૉસ્પિટલમાંથી બપોરે સાડાબાર વાગ્યે નીકળેલી ઍમ્બ્યુલન્સને KEM હૉસ્પિટલ સુધી પહોંચતાં ૮૦ મિનિટ લાગી હોવાનું કહેવાય છે. રસ્તામાં સવિતાબહેનની હાલત બગડતી ગઈ હતી. ઍમ્બ્યુલન્સમાંનો ઑક્સિજન અડધે રસ્તે ખૂટી પડ્યો હોવાનો દાવો સવિતાબહેનના ફૅમિલી-મેમ્બર્સે કર્યો હતો.

સવિતાબહેનની ભત્રીજી કોમલ શાહે તેની આન્ટીનું મૃત્યુ હૉસ્પિટલની બેદરકારીને લીધે થયું હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે ‘ઍમ્બ્યુલન્સ સાવ ધીમે-ધીમે પરેલ તરફ જતી હતી. આટલા માર્ગ માટે પૂરતો ઑક્સિજન પણ નહોતો. મારાં આન્ટી હૉસ્પિટલની ઑથોરિટીઝની બેદકારીને લીધે મૃત્યુ પામ્યાં છે.’

રિદ્ધિવિનાયક હૉસ્પિટલના પ્રવક્તા શું કહે છે?

રિદ્ધિવિનાયક હૉસ્પિટલનાં સત્તાવાર પ્રવક્તા કવિતા અન્દ્રાડેએ જણાવ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં હૉસ્પિટલનો કોઈ વાંક નથી. સવિતા શાહનું બ્લડપ્રેશર ઘટીને ૬૦/૪૦ થઈ ગયું હતું. તેઓ શ્વાસ પણ બરાબર નહોતાં લઈ શકતાં. ઍમ્બ્યુલન્સમાં સાથે ગયેલા અમારા ડૉક્ટરે રસ્તામાં તેમનું બ્લડપ્રેશર સ્થિર કર્યું હતું અને ઘ્ભ્ય્ (કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) પણ આપ્યો હતો. અમારી પાસે ઍમ્બ્યુલન્સમાં હંમેશાં બે ઑક્સિજન સિલિન્ડર્સ હોય છે. એથી ઑક્સિજનનો પુરવઠો અડધે રસ્તે ખૂટી પડ્યો હોય એવી શક્યતા નથી. KEM હૉસ્પિટલમાં પહોંચતાં જ સવિતાબહેનને મૃત્યુ પામેલાં જાહેર કર્યા ત્યારે કેટલાક ફૅમિલી-મેમ્બર્સ હિંસક બની ગયા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK