મારી મમ્મીનું બહુમાન કરતા કાર્યક્રમમાં આવ્યો છું એટલે મને પ્રાઉડ ફીલ થાય છે : ભણસાલી

મુલુંડના લબ્ધિ ગ્રુપના મા તુઝે સલામ કાર્યક્રમમાં મમ્મીની સાથે આવેલા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી ગદ્ગદ થઈ ગયા


sanjay leela bhansali

અનેરો અવસર : લબ્ધિ ગ્રુપની મહિલાઓ સાથે લીલાબહેન અને સંજય લીલા ભણસાલી.


રોહિત પરીખ


મુલુંડના ૨૦૦ મહિલાઓના લબ્ધિ ગ્રુપ દ્વારા મંગળવારે બપોરે ત્રણથી ૭ વાગ્યા દરમ્યાન સેરિમોનિયલ હૉલમાં ‘મા તુઝે સલામ’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિખ્યાત ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીનાં મમ્મી લીલાબહેનનું આ ગ્રુપે બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રુપે લીલાબહેન સહિત અન્ય ચાર મમ્મીઓનું પણ બહુમાન કર્યું હતું.

કાર્યક્રમ વિશે માહિતી આપતાં લબ્ધિ ગ્રુપનાં અગ્રણી શીલા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૧ વર્ષ જૂનું અમારું આ ગ્રુપ જાણવું, માણવું અને સમજવું જેવા સ્લોગનને અનુરૂપ વિવિધ કાર્યક્રમો યોજે છે. મંગળવારે અમે ‘મા તુઝે સલામ’ કાર્યક્રમમાં જેમણે સંતાનો અને પરિવાર માટે અનોખું યોગદાન આપ્યું હોય એવી મમ્મીઓનું સન્માન કર્યું હતું, જેમાં અમે આપણા દેશની એવી મમ્મીઓનું સન્માન કર્યું હતું જેમના પુત્રએ તેમના જીવનમાં મમ્મીના સંઘર્ષ અને યોગદાનને લક્ષમાં રાખીને તેના નામની પાછળ પપ્પાને બદલે મમ્મીનું નામ રાખ્યું છે. આ મમ્મી એટલે લીલા ભણસાલી. લીલાબહેનનું નામ તેમના સંતાને ગૌરવપૂર્વક તેના નામની પાછળ જોડેલું છે. આજે સંજય ભણસાલીને લીધે લીલાબહેનનું નામ વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યું છે, જે અજોડ અને અણમોલ છે. સૌથી વધારે મહત્વનું એ હતું કે પોતાની મમ્મીનું બહુમાન થવાનું હતું એટલે સંજય ભણસાલીએ અમારા ગ્રુપમાં ૨૦૦ મહિલાઓ હોવા છતાં હાજરી આપી હતી, જે આ ગ્રુપ માટે ગૌરવની વાત છે.’

આ કાર્યક્રમમાં પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને સંજય ભણસાલી પણ હાજર રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ‘જે મમ્મીએ પોતાનાં સંતાનો માટે જીવનમાં સંઘર્ષ કયોર્ હોય એ સંતાનોએ મમ્મીના યોગદાનને હંમેશાં યાદ કરીને સમયે-સમયે એનો ઉલ્લેખ કરવો જોઈએ. સામાન્ય રીતે મારું બહુમાન થવાનું હોય ત્યારે મારી મમ્મી મારી સાથે હાજર રહેતી હોય છે, પરંતુ આજે મને પ્રાઉડ ફીલ થાય છે કે હું એક એવા કાર્યક્રમમાં હાજર થયો છું જ્યાં મારી મમ્મીનું બહુમાન થવાનું હતું. કાર્યક્રમ ભલે નાનો હોય પણ મારા માટે આ કાર્યક્રમ સૌથી મહત્વનો છે, કારણ કે એમાં મારી મમ્મીને નવાજવામાં આવી છે.’

લીલાબહેને આ કાર્યક્રમમાં ગુજરાતી ગીત ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે ‘જે વ્યક્તિ પૉઝિટિવ રહે છે તેને હંમેશાં જીવનમાં સફળતા પ્રાપ્ત થાય જ છે. હું એટલું જરૂર કહીશ કે દરેક મમ્મીએ પૉઝિટિવ બનવું જોઈએ. આજે હું જેકાંઈ છું એ મારી મમ્મી તરફથી મને મળેલા સંસ્કારવારસાનું પરિણામ છે. આ જ વારસાને મેં સંભાળી રાખ્યો છે જેને મેં મારાં સંતાનોને આપ્યો છે.’

આટલી મોટી હસ્તીઓ મુલુંડમાં કેવી રીતે?


ફક્ત ૨૦૦ મહિલાઓના લબ્ધિ ગ્રુપના કાર્યક્રમમાં લીલા ભણસાલી અને તેમનો પુત્ર સંજય કઈ રીતે આવ્યાં એ સવાલ કોઈને પણ થાય. જોકે એનો જવાબ તો આ ગ્રુપનાં અગ્રણી શીલા શાહ પાસે પણ નથી. તેમણે આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને ટૂંકમાં કહ્યું હતું કે ‘અમે તેમને આમંત્રવા માટે અનેક લોકોની લાગવગ લગાડી હતી. એના થકી અમે તેમના ઘરે આમંત્રણ આપવા પહોંચી શક્યાં હતાં. એ સમયે અમારે એવું નક્કી થયું હતું કે અમે મુલુંડથી અમારા એક સભ્ય સાથે કાર મોકલીશું જેમાં ૮૦ વર્ષનાં લીલાબહેન આવશે અને પાછાં જશે, પણ અમારા આશ્ચર્ય વચ્ચે અમારી કાર ખાલી પાછી ફરી હતી. સંજયભાઈ અને લીલાબહેન તેમની મર્સિડીઝ કારમાં મુલુંડ આવ્યાં હતાં.’   સંજયભાઈની સિસ્ટર બેલા સેહગલ પણ સાથે હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK