RP રોડનું એક તરફનું કામ પડતું મૂકીને બીજી બાજુનો રસ્તો ખોદી નાખવામાં આવ્યો

મુલુંડ-વેસ્ટના RP રોડના ડમ્પિંગ રોડ તરફના ભાગમાં ગટર નવેસરથી બનાવવાનું કામ ચાલુ હતું જે પડતું મૂકીને BMCના કૉન્ટ્રૅક્ટરે રોડને બીજી તરફથી ખોદવાનું કામ શરૂ કરી દીધું હોવાથી RP રોડના રહેવાસીઓમાં નારાજગી છે.

RP Road

કાજલ ગોહિલ-વિલ્બન

RP રોડ અને ડમ્પિંગ રોડના જંક્શન પર પંચશીલ ભીમવાડીના એક મોબાïઇલ સ્ટોરના માલિકે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી દુકાન સામેની આ ગટર ખોદીને એનું કામ અચાનકથી BMCના કૉન્ટ્રૅક્ટરે પંદર-વીસ દિવસથી બંધ કરી દીધું છે અને બીજી તરફનો રોડ ખોદવાનું શરૂ કર્યું છે. આ ગટર એટલી મોટી છે કે અવારનવાર અમારી ચાલીનાં બાળકો રમતાં-રમતાં કે ગટર કૂદીને રોડ પર જતાં એમાં પડી જતાં હોય છે. અમે BMCના કૉન્ટ્રૅક્ટરનો આ બાબતે સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું હતું કે અમે પછી કરીશું, આ કામ પહેલાં બીજી તરફનું કામ થઈ જવા દો. આમ તે લોકો કઈ રીતે કરી શકે? અમને શું તકલીફ નહીં થતી હોય? રોડ સાંકડો છે એમાં તેમનું કામ ચાલુ હોવાનાં બૅરિકેડ્સ લગાડેલાં છે અને અધૂરામાં પૂરું એટલે આ ખોદેલી ગટર પાસેથી બિલ્ડિંગ કે ચાલીમાં જવા માટે કોઈ જગ્યાએ ગૅપ છોડવામાં આવ્યો નથી એટલે સિનિયર સિટિઝનો અને નાનાં બાળકોને એ ક્રૉસ કરવામાં ઘણી તકલીફ થતી હોય છે. એક કાકા ગટર કૂદતાં એમાં પડી ગયા હતા. તેમને હડપચીમાં વાગતાં ખૂબ લોહી નીકળ્યું હતું.’

BMCના કૉન્ટ્રૅક્ટરના સિવિલ એન્જિનિયર સંકેત નાંદવડેએ ગટરનું કામ અચાનકથી બંધ કરી દેવાનું કારણ જણાવતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે ગટરનું કામ પહેલાં પૂરું કરીને આખા રોડને ખોદીને એનું ડામરીકરણ કરવાના હતા, પરંતુ પંચશીલ ભીમવાડી ચાલમાં સુલભ શૌચાલય આવેલું છે જેની ગટરની લાઇન કદાચ ઘણા સમયથી સાફ કરવામાં આવી નથી એટલે ગંદકી સીધી ગટરમાં જવાની જગ્યાએ રોડ પર ફેલાઈ રહી છે. આ ગંદકીમાં હાથ નાખીને દરરોજ કામ કરવા માટે અમારા મજૂરો તૈયાર ન હોવાથી અમારે કામ રોકી દેવું પડ્યું છે. અમે BMCના અધિકારીઓને આ વિશે જાણ કરીને વહેલી તકે સુલભ શૌચાલયની પાઇપલાઇન સાફ કરવા વિનંતી કરી છે જેથી ગંદકી રોડ પર ન આવતાં ગટરમાં વહી જાય અને અમારા મજૂરો ફરી પોતાનું અધૂÊરું કામ પૂરું કરી શકે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK