પોસ્ટમૉર્ટમને લીધે મુલુંડના ગુજરાતીના મૃત્યુ વિશે શંકા

રજની પરમારના પરિવારજનો જોકે કહે છે કે તેમનું મોત હાર્ટ-અટૅકને લીધે થયું


rajni parmar


મુલુંડ (વેસ્ટ)માં PK રોડ પર રહેતા અને સિવિલ કામ કરતા ૪૪ વર્ષના ગુજરાતી રજની પરમારને અચાનક તેમના ઘરની નીચેના ભાગમાં એક દુકાનના ઓટલા પરથી ગઈ કાલે સવારે પડી જતાં પ્રાઇવેટ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની બૉડીને ઘરે અંતિમ સંસ્કાર માટે પરત લાવવામાં આવી હતી, પરંતુ પોલીસને આ ઘટના વિશે કોઈએ જાણ કરી હતી. બાદમાં પોલીસે બૉડીને ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી હતી. જોકે આ ઘટનામાં પરિવારના સભ્યોએ હાર્ટ-અટૅકને કારણે આકસ્મિક મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું, જ્યારે મુલુંડ પોલીસને પ્રાથમિક રીતે આ કેસમાં કાંઈ શંકાસ્પદ જણાયું નથી, પરંતુ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા પછી આ વિશે ચોક્કસ તારણ પર આવી શકાય એમ જણાવ્યું હતું.

શું છે ઘટના? 


જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વતની અને મુલુંડમાં શિલ્પાદેવી સોસાયટીમાં B-૧૦૫ નંબરના ફ્લૅટમાં રજની પરમાર પત્ની ઉષા અને દીકરા હર્ષલ તથા ધર્મ સાથે રહેતા હતા.  હર્ષલ પરમારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું અભ્યાસ માટે નાશિક ગયો હતો, પરંતુ અચાનક પપ્પાના આકસ્મિક મોતના સમાચારથી ગઈ કાલે પરત આવ્યો હતો. મને મારા ભાઈ ધર્મે‍ જણાવ્યું કે પપ્પા રવિવારે રાતે બે વાગ્યા સુધી બહાર મિત્રો સાથે બેઠા હતા. ગઈ કાલે વહેલી સવારે તેમને ગૂંગળામણ થવાથી મમ્મી સાથે તેઓ ઘરની નીચે ગયા હતા. તેઓ ઘરની બહાર સવારે છથી સાડાછ વાગ્યા વચ્ચે વૉકિંગ કરી રહ્યા હતા. થોડી વાર પછી પપ્પા અમારી સોસાયટીમાં આવેલી એક દુકાનના ઓટલા પર બેઠા હતા અને અચાનક તેઓ પડી ગયા હતા. મમ્મીએ આસપાસના લોકોને મદદ માટે બૂમો પાડી હતી અને પપ્પાને પ્રાઇવેટ શ્રદ્ધા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હૉસ્પિટલમાં પહોંચે એ પહેલાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટના સમયે મારો ભાઈ ધર્મ ઘરમાં સૂતો હતો. તેને થોડા સમય પહેલાં અકસ્માતમાં પગમાં ઈજા થઈ હોવાથી તે હજી ઈજાગ્રસ્ત છે. અમારા પરિવારના અન્ય સભ્યો ગુજરાતથી આવવાના છે. એથી આજે સવારે ડૅડીના અંતિમ સંસ્કારની વિધિ કરીશું.’

પોલીસનું શું કહેવું છે?


મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજારામ વ્હનમાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રજની પરમારનું શંકાસ્પદ અવસાન થયાના સમાચાર મળ્યા હતા. એથી અમે રજની પરમારનું પોસ્ટમૉર્ટમ કરવા માટે બૉડીને સરકારી હૉસ્પિટલમાં મોકલી આપી હતી. અમે રજની પરમારના આસપાસના લોકોનાં નિવેદનો નોંધ્યાં છે. પ્રાથમિક તપાસ અનુસાર હાર્ટ-અટૅકને કારણે તેમનું મોત થયાનું જાણવા મળ્યું છે. રજની પરમારના નાક પર જખમ હતા, પરંતુ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા પછી એમાં કંઈ શંકાસ્પદ જણાશે તો અમે એ મુજબ ફરિયાદ નોંધીશું.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK