લાખો રૂપિયા ખર્ચીને પણ રાહદારીઓ અને વાહનચાલકોને જરાય રાહત નહીં

ઠેકઠેકાણે રિનોવેશન કર્યું, પણ એનો લાભ રાહદારીઓ કે વાહનચાલકોને બદલે ગેરકાયદે પાર્કિંગ અને ફેરિયાઓને

renovation

મહાત્મા ગાંધી રોડ પર મારુતિ મંદિર તરફ થઈ રહેલું ફુટપાથ અને રોડનું રિનોવેશન.



મુલુંડ, ભાંડુપમાં ઠેકઠેકાણે સુધરાઈ દ્વારા રસ્તાઓનું રિનોવેશન થઈ રહ્યું છે એમાં કેટલાક રોડનું રિનોવેશન પૂર્ણ થઈ ગયું છે અને અમુકનું બે મહિના થવા આવ્યા છતાં હજી સુધી પૂર્ણ નથી થયું. જે રસ્તાનું સુધરાઈએ રિનોવેશન કર્યું છે ત્યાં હજી પણ રાહદારીઓ અને વાહનચાલકોને રાહત નથી મળી અને જે રસ્તા પર રિનોવેશન ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે એ જગ્યાએ રાહદારીઓ, વાહનચાલકો અને દુકાનદારો ઘણી સમસ્યા સહન કરી રહ્યા છે.

દિવાળી પછી મુલુંડ-વેસ્ટમાં મહાત્મા ગાંધી રોડ, નેતાજી સુભાષચંદ્ર રોડ, દેવીદયાલ ઉપાધ્યાય માર્ગ અને પંડિત જટાશંકર માર્ગ પર સુધરાઈના કૉન્ટ્રૅક્ટરને રિનોવેશનનું કામ સોંપાયું હતું જેમાં કૉન્ટ્રૅક્ટરે રોડ પરના અમુક ભાગનું રિનોવેશન કરી દીધું છે અને અમુક ભાગનું બાકી રાખ્યું છે. રોડના જે ભાગનું રિનોવેશન થઈ ગયું છે એ ભાગ રાહદારીઓ અથવા વાહનચાલકો માટે નહીં પણ ફેરિયાઓ અથવા ગેરકાયદે પાર્કિંગ માટે સફળ રહ્યો છે.


renovation

મહાત્મા ગાંધી રોડ પર રામ જ્વેલર્સ પાસે રોડનું રિનોવેશન કર્યા પછી ફેરિયાઓ અને બાઇક્સે કરેલો કબજો



મહાત્મા ગાંધી રોડ :
મુલુંડ-વેસ્ટમાં સૌપ્રથમ રિનોવેશનની શરૂઆત મહાત્મા ગાંધી રોડથી થઈ હતી. દિવાળી પહેલાં બૅન્ક ઑફ મહારાષ્ટ્ર પાસેથી શરૂઆત થઈ હતી જ્યાં રોડના રિનોવેશન સાથે ફુટપાથ પરના પેવર બ્લૉક્સ પણ બદલવામાં આવ્યા હતા. દિવાળીમાં થયેલા રિનોવેશન પછી પણ અહીંની સ્થિતિ વાહનચાલકો માટે અનુકૂળ નથી. એ જ રીતે થોડેક દૂર સ્ટેશન તરફ વળતાં જમણી બાજુએ રામ જ્વેલર્સ પાસેથી રોડના રિનોવેશનની શરૂઆત કરી હતી અને બે અઠવાડિયાં પહેલાં રિનોવેશન પૂર્ણ થયું, પણ એ ભાગ ફેરિયાઓ અને ગેરકાયદે પાર્કિંગ માટે વપરાઈ રહ્યો છે. મારુતિ મંદિર પાસે પણ અમુક ભાગનું રિનોવેશન હજી ચાલી રહ્યું છે અને એ પૂર્ણ થશે પછી પણ ત્યાંની સ્થિતિ બીજા રોડ જેવી જ રહેવાની છે.

એ બાબતે અહીંના સ્થાનિક દુકાનદારોએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સુધરાઈ છેલ્લા ચાર મહિનાથી અડધા-અડધા ભાગે રિનોવેશન કરી રહી છે. જે ભાગનું રિનોવેશન થઈ ગયું છે એ ભાગ તો રાહદારી કે વાહનચાલકો માટે કામનો જ નથી. ત્યાં તો ફેરિયાઓઓ અને બાઇક-પાર્કિંગની જગ્યા બની ગઈ છે. અહીં અત્યારે થોડા જ ભાગનું રિનોવેશન બાકી છે. હવે આ કામને પૂર્ણ કરવા સુધરાઈ સમય લગાડશે. આટલા રૂપિયા ખર્ચીને પણ રાહદારીઓ અને વાહનચાલકોને શું ફાયદો કર્યો?


renovation

નેતાજી સુભાષચંદ્ર રોડ પર રિનોવેશન બાદ કાર-પાર્કિંગ


નેતાજી સુભાષચંદ્ર રોડ : મુલુંડ-વેસ્ટમાં નેતાજી સુભાષચંદ્ર માર્ગ પર સિન્ડિકેટ બૅન્કની સામે જાન્યુઆરી મહિનામાં સુધરાઈએ રિનોવેશન કરેલું. અહીં રિનોવેશનના બે  મહિના પહેલાં જ રોડ પર પથ્થરનો ઢગલો કરીને બૅરિકેડ્સ ગોઠવી દેવામાં આવ્યાં હતાં. રોડનું રિનોવેશન થઈ ગયું, પણ બૅરિકેડ્સ લગાડીને પથ્થરનો ઢગલો મૂક્યો હતો એ હજી એમ જ છે. ત્યાં પણ વાહન પાર્ક થઈ રહ્યાં છે એથી રાહદારીઓએ રોષ પ્રકટ કર્યો છે. 

આ બાબતે વધુ માહિતી આપતાં અહીંના સ્થાનિક રહેવાસી મુકુંદ જોષીએ સુધરાઈ પ્રત્યે રોષ દાખવતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રોડ પર સુધરાઈએ રિનોવેશન પહેલાં જ પથ્થરોના ઢગલા કરી રાહદારીઓને હેરાન કર્યા હતા. હવે જ્યારે રિનોવેશન પૂરું થયું છે ત્યારે અહીંયા લોકો વાહન પાર્ક કરી રહ્યા છે. એથી એવું લાગી રહ્યું છે કે રાહદારીઓ અને વાહનચાલકો માટે કેટલું પણ રિનોવેશન કરો તેમની સમસ્યા એવી ને એવી જ રહેવાની છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK