મુલુંડનાં ગુજરાતી આન્ટી બોરીવલીમાં લૂંટાયાં અને ઘવાયાં પણ

ચેઇન-સ્નૅચરોએ મંગળસૂત્ર ને ચેઇન ખેંચતી વખતે પલ્લવી ભટ્ટને ધક્કો મારીને પાડી દીધાં : ટચલી આંગળી અને અંગૂઠામાં ફ્રૅક્ચર

pallavi bhatt

મુલુંડ (ઈસ્ટ)માં ગવાનપાડા વિસ્તારમાં રહેતાં ૬૨ વર્ષનાં પલ્લવી રવિશંકર ભટ્ટ ગયા રવિવારે ૨૧ ફેબ્રુઆરીએ બોરીવલીના માલપાણી ગ્રાઉન્ડમાં ભાણેજનાં લગ્નમાં ગયાં હતાં. સાંજે ૪ વાગ્યે લગ્નમાંથી પાછાં ફરતી વખતે બસની ઇન્ક્વાયરી કરતાં ચેઇન-સ્નૅચરો ત્યાં આવી પહોંચ્યા હતા અને પલ્લવીબહેનની ચેઇન તેમ જ અઢી તોલાનું ૭૫,૦૦૦ રૂપિયાનું મંગળસૂત્ર ખેંચી તેમને જોરથી ધક્કો મારી નાસી ગયા હતા. આ ઘટનામાં પલ્લવીબહેન ગંભીર રીતે ઈજા પામતાં તેમને જમણા હાથમાં બે ફ્રૅક્ચર થયાં હતાં અને ગઈ કાલે તેમનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે બોરીવલી પોલીસે ફક્ત ઘટનાની નોંધ કરી હતી, પરંતુ કેસ નોંધ્યો નહોતો.

અણધારી રીતે બનેલી આ ઘટનામાં મારું મંગળસૂત્ર તો ગયું એ સાથે હું પથારીવશ થઈ ગઈ એમ જણાવતાં પલ્લવીબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારા ભાણેજનાં લગ્નમાં બોરીવલી ગઈ હતી. મારા પતિ કામથી બહારગામ ગયા હોવાથી તેઓ લગ્નમાં આવી શક્યા નહોતા, એથી હું એકલી હતી. હું માલપાણી ગ્રાઉન્ડથી રિક્ષામાં મૅક્ડોનલ્ડ્સના સિગ્નલ સુધી રિક્ષામાં બસ-સ્ટૉપ સુધી આવી, ત્યાંથી મુલુંડ જવા ૪૬૧ નંબરની બસ મળે છે. બસ-સ્ટૉપ પાસે ઊતરી હું ત્યાં એક યુવક સાથે બસની ઇન્ક્વાયરી કરી રહી ત્યારે અચાનક પાછળથી બે યુવકો બાઇક પર આવ્યા હતા અને મારા ગળામાંથી સોનાની ચેઇન તેમ જ સોનાનું મંગળસૂત્ર ખેંચી મને જોરથી ધક્કો મારી નાસી ગયા હતા. મંગળસૂત્ર લઈ જવામાં તેઓ સફળ રહ્યા હતા, પરંતુ ચેઇન અને પેન્ડન્ટ ત્યાં જ પડી ગયાં હોવાથી મને મળી ગયાં હતાં.

ચેઇન-સ્નૅચરોએ મને ધક્કો મારતાં હું જોરથી રસ્તા પર પછડાઈ હતી. મારા જમણા હાથ પર વજન આવી ગયું હોવાથી મને ટચલી આંગળીમાં અને અંગૂઠામાં એમ બે ફ્રૅક્ચર આવ્યાં હતાં. એ સિવાય મને આંખની નીચે પણ થોડી ઈજા થઈ છે. એની સારવાર મેં મુલુંડ જઈ પ્રાઇવેટ હૉસ્પિટલમાં કરાવી હતી.’

આ ઘટના સમયે તેમને ક્યાંયથી પણ મદદ ન મળી એ વિશે તેમણે કહ્યું હતું કે ‘સાંજના સમયે જંક્શન પર આ ઘટના બની છતાં કોઈ મારી મદદ માટે આગળ આવ્યું નહોતું. ઉપરાંત હું જે યુવકની સાથે પૂછપરછ કરી રહી હતી તેણે પણ મારી મદદ કરી નહોતી. એ દરમ્યાન એક પ્રાઇવેટ કારચાલક ત્યાં આવ્યો હતો અને તેણે મુલુંડ જઈ રહ્યો હોવાથી મને છોડી દેશે એમ કહ્યું હતું. મેં તેને ત્યારે ના પાડી દીધી હતી. ત્યાર બાદ મારા બીજા ભાણેજને ફોન કરતાં તે ઘટનાસ્થળે આવ્યો હતો અને ફરિયાદ કરવા મને પોલીસ-સ્ટેશન લઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાની ફક્ત નોંધ કરી હતી. ત્યાર બાદ સિગ્નલ પરના ઘ્ઘ્વ્સ્ કૅમેરાના ફુટેજની તપાસ કરી પોલીસે તપાસની ખાતરી આપી હતી, પરંતુ આ સંદર્ભે કોઈ કેસ કે અન્ય કાર્યવાહી હજી સુધી થઈ નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK