દિવાળીમાં મુલુંડમાં લોડશેડિંગ નહીં

એક તરફ તહેવારો આવી રહ્યા છે અને બીજી તરફ સ્કૂલો અને કૉલેજોમાં બાળકોની પરીક્ષા ચાલી રહી છે ત્યારે મુલુંડમાં રોજના લગભગ સવાત્રણ કલાકના લાદવામાં આવેલા વીજકાપથી લોકો ભારે હેરાન-પરેશાન થઈ ગયા છે, પણ બહુ જલદી મુલુંડવાસીઓને લોડશેડિંગથી છુટકારો મળવાનો છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ર્બોડે (એમએસઈબી) દિવાળી દરમ્યાન મુલુંડવાસીઓને માથેથી લોડશેડિંગ હટાવી દેવામાં આવશે એવો દાવો કર્યો છે.

 

(સપના દેસાઈ)

દેશમાં કોલસાની સર્જાયેલી કટોકટીને પગલે ઠેર-ઠેર વીજળીના ધાંધિયા ચાલી રહ્યા છે ત્યારે મુલુંડ વિસ્તાર ઝીરો લોડશેડિંગ કૅટેગરીમાં આવતો હોવા છતાં છેલ્લા ૧૫-૨૦ દિવસથી અહીં વીજકાપ મૂકવામાં આવ્યો છે જેને પગલે મુલુંડવાસીઓ કંટાળી ગયા છે.

મુલુંડ-વેસ્ટમાં જવાહરલાલ નેહરુ રોડ પર આવેલા ભુજબળનિવાસમાં રહેતાં વૈશાલી શાહે મિડ-ડે Localને ક્હ્યું હતું કે ચોથા ધોરણમાં ભણતા મારા દીકરાની પરીક્ષા ચાલી રહી છે અને લોડશેડિંગ હોવાને કારણે બરાબર સાંજના સમયે લાઇટ રહેતી ન હોવાને કારણે તેને અંધારામાં ભણાવવામાં તકલીફ થાય છે.

મુલુંડ પોલીસ-સ્ટેશન સાથે સંકળાયેલા એક ઉચ્ચ પોલીસ-અધિકારીએ નામ ન આપવાની શરતે ક્હ્યું હતું કે બરાબર સાંજના સમયે લાઇટ જતી રહેતી હોવાને કારણે અમને પોલીસ-સ્ટેશનમાં ચોર-લૂંટારાઓની સાથે પનારો પાડવા બહુ મુશ્કેલી પડે છે.

મુલુંડમાં મૂકવામાં આવેલા લોડશેડિંગ વિશે નગરસેવક મનોજ કોટકે મિડ-ડે Localને ક્હ્યું હતું કે ‘રાજ્યમાં સૌથી ઓછી વીજ-ચોરી અને લીકેજ મુલુંડમાં થાય છે. મુલુંડમાં લગભગ ચાર ટકા જેટલું જ

વીજ-લીકેજ અને ચોરી થતાં હોવાને પગલે લગભગ ૨૦૦૮માં ઝીરો લોડશેડિંગ પૅટર્નને હિસાબે એનો પણ આ કૅટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મુલુંડવાસીઓની આ ઈમાનદારી સામે પણ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ર્બોડે મુલુંડમાં રોજનો ત્રણથી સાડાત્રણ કલાકનો વીજકાપ મૂકી દીધો છે જેને તાત્કાલિક દૂર કરવો જોઈએ. મુલુંડ, ભાંડુપ વગેરે મુંબઈનો જ ભાગ છે તો પછી મુંબઈના અન્ય વિસ્તારોમાં લોડશેડિંગ નથી તો પછી મુલુંડવાસીઓને શા માટે એનો સામનો કરવો પડે છે?’

મુલુંડમાં મૂકવામાં આવેલા લોડશેડિંગ સામે શિવસેનાથી માંડીને મહારાષ્ટ્ર નવનર્મિાણ સેના (એમએનએસ) સહિત કૉન્ગ્રેસ તથા બીજેપી જેવી તમામ રાજકીય પાર્ટીઓ લોડશેડિંગને દૂર કરવા માટે ર્મોચા કાઢવાથી લઈને આવેદનપત્ર આપી ચૂકી છે ત્યારે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ર્બોડના મુલુંડ ઝોનનાં ચીફ એન્જિનિયરે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘અમે દિવાળી દરમ્યાન મુલુંડવાસીઓને માથેથી લોડશેડિંગ હટાવી લેવાના છીએ. રાજ્યમાં બીજે બધે હાલપૂરતો તો વીજકાપ દૂર થાય એવું અત્યારે તો લાગતું નથી, પણ અમે દિવાળીમાં મુલુંડમાંથી ચોક્કસ વીજકાપ દૂર કરી દઈશું. અત્યારે પરિસ્થિતિ જ એવી છે કે લોડશેડિંગ કર્યા સિવાય પર્યાય બાકી નથી રહ્યો અને વીજળીની ડિમાન્ડ સામે સપ્લાય ઓછી હોવાને કારણે વીજપુરવઠો પૂરતા પ્રમાણમાં આવી શકતો નથી. યુદ્ધના ધોરણે વીજ-સંકટની પરિસ્થિતિનો નિકાલ લાવવાના પ્રયાસ ચાલુ છે અને બહુ જલદી વીજ-કટોકટી દૂર થશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK