મુલુંડના ગુજરાતીની વિટંબણા : પોતે જેને શોધવા પોલીસમાં ફરિયાદ કરી એ સાવકી દીકરીએ જ આરોપ મૂક્યો જાતીય સતામણીનો

મુલુંડ (વેસ્ટ)ના નેતાજી સુભાષ રોડ પર રહેતા બાવન વર્ષના ગુજરાતી પ્રકાશ સચદેવની સામે તેમની સાવકી પુત્રીએ જાતીય સતામણીની ફરિયાદ કરતાં પ્રકાશ સચદેવને પોલીસની હિરાસતમાં રહેવાનો સમય આવી ગયો છે.

Shubhangi and her two daughters (aged 4 and 14 years) were thrown out of  their home by Prakash Bhostekar


પહેલી પત્નીના અવસાન પછી ચાર વર્ષ પહેલાં પ્રકાશ સચદેવે મૂળ ઉત્તર પ્રદેશની ડિવૉર્સી મહિલા સાથે લગ્ન કર્યા હતાં. આ મહિલાને એક પુત્રી છે, જ્યારે પ્રકાશ સચદેવ નિ:સંતાન છે.

આ બાબતની માહિતી આપતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં પ્રકાશ સચદેવની પત્ની અને તેની પુત્રી લગ્નપ્રસંગે ઉત્તર પ્રદેશ ગયાં હતાં, જ્યારે પ્રકાશ સચદેવ નોકરી કરતા હોવાથી મુલુંડમાં જ હતા. ગામમાંથી પાછા ફરતી વખતે પ્રકાશ સચદેવની સાવકી પુત્રી કાનપુર ઊતરીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ વાત પ્રકાશ સચદેવની પત્નીએ મુલુંડ આવીને પ્રકાશ સચદેવને કરી  હતી. પુત્રી સગીર વયની હોવાથી પ્રકાશ સચદેવે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં આવીને મિસિંગની ફરિયાદ કરી હતી. જોકે ફરિયાદમાં પ્રકાશ સચદેવે તેમની પુત્રી મુલુંડમાં જ સ્ટીલની દુકાનમાં કામ કરતા એક યુવાન સાથે પ્રેમમાં છે એવી જાણકારી આપી હતી. છોકરી સગીર હોવાથી અમે જે યુવાન સાથે તે ભાગી ગઈ હતી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.’

પ્રકાશ સચદેવની ફરિયાદના આધારે અમે તેમની પુત્રીની તપાસ શરૂ કરી હતી જે મળતાં જ આખા બનાવમાં પરિવર્તન આવી ગયું હતું એમ જણાવીને પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘અમે પ્રકાશ સચદેવ પાસેથી તેમની પુત્રીનો મોબાઇલ-નંબર લઈને તેનો સંપર્ક કયોર્ હતો. તેણે ફોન ઉપાડતાં અમે તેને તેના પ્રેમી સાથે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં હાજર થવા કહ્યું હતું. તેમની પુત્રીએ પોલીસ-સ્ટેશનમાં આવીને મોટો ધડાકો કયોર્ હતો. તેણે તેના સાવકા પિતા પ્રકાશ સચદેવ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી.’

પ્રેમી સાથે ભાગી ગયેલી છોકરીએ તેના સાવકા પિતા સામે કરેલી જાતીય સતામણીની ફરિયાદે અમારા ડિપાર્ટમેન્ટને ચોંકાવી દીધો હતો એમ જણાવતાં પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘એક બાજુ પિતાએ પોતાની પુત્રી ખોવાઈ ગયાની અને કોઈની સાથે ભાગી ગયાની ફરિયાદ કરી હતી, જ્યારે બીજી બાજુ એ જ છોકરીએ તેના સાવકા પિતા વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. છોકરીએ કરેલી ફરિયાદને લીધે અમે પ્રકાશ સચદેવની પુત્રીની જાતીય સતામણીના આરોપસર ધરપકડ કરી હતી.’

જોકે પ્રકાશ સચદેવે તેમના પર લગાડવામાં આવેલા આરોપનો સ્પષ્ટ ઇનકાર કર્યા હતો એવી માહિતી આપતાં પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે આ બાબતમાં બાપ-દીકરીમાં સાચું કોણ એની અમે તપાસ કરી રહ્યા છીએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK