બૉમ્બે હૉસ્પિટલના ડૉક્ટર ગાયબ, ગટરમાં પડી ગયા હોવાની શંકા

મૅનહોલ પાસેથી પોલીસને ડૉક્ટરની છત્રી મળી

doctor1

મંગળવારે મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદમાં બૉમ્બે હૉસ્પિટલના ૫૮ વર્ષના ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. દીપક અમરાપુરકર એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનથી ગુમ થયા છે. દાદર પોલીસે આ સંદર્ભે મિસિંગની ફરિયાદ નોંધી છે. જોકે અમુક સાક્ષીઓએ ડૉક્ટર ખુલ્લી ગટરમાં પડી ગયા હોવાની માહિતી આપી હતી. એ પછી ગટરમાં ફાયર-બ્રિગેડ અને BMCની મદદથી ડૉક્ટરની શોધ શરૂ કરવામાં આવી છે. ગટરમાં તપાસ માટે કૅમેરાની મદદ પણ લેવામાં આવી હતી.

doctor2

મંગળવારે સાંજે સાડાચાર વાગ્યાની આસપાસ ડૉ. દીપક અમરાપુરકર બૉમ્બે હૉસ્પિટલથી પ્રભાદેવી પોતાના ઘરે જવા માટે કારમાં ડ્રાઇવર સાથે નીકળ્યા હતા, પરંતુ ગઈ કાલે સવાર સુધી તેઓ ઘરે પહોંચ્યા નહોતા. સાંજે સાડાછ વાગ્યે તેઓ પ્રભાદેવીના દીપક સિનેમા પાસે પહોંચ્યા હતા. ત્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું હતું એટલે ડૉક્ટર કારમાંથી ઊતરી ગયા હતા અને ડ્રાઇવરને કાર સાઇડમાં મૂકીને ઘરે જવા કહ્યું હતું. એ પછી ડૉક્ટર ઘૂંટણ સુધીના પાણીમાં ચાલીને ગયા હતા. ડ્રાઇવર ઘરે પહોંચી ગયો હતો, પરંતુ ડૉક્ટર ઘરે પહોંચ્યા નહોતા. જ્યાંથી તેઓ ગુમ થયા ત્યાંથી તેમનું ઘર પંદર મિનિટના અંતરે છે. ઘટનાસ્થળેથી પોલીસને ડૉક્ટરની છત્રી મળી આવી છે.

doctor

એક ડૉક્ટરે કહ્યું હતું કે ‘મંગળવારે મોડી રાત સુધી અમે પોલીસ અને BMCના ઇમર્જન્સી વિભાગના સંપર્કમાં હતા. મુંબઈની બધી જ હૉસ્પિટલોમાં પણ અમે ડૉક્ટર દીપક અમરાપુરકર વિશે તપાસ કરી હતી, પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો નહોતો.’

મુલુંડનો રહેવાસી માધવ વૈદ્ય પણ મંગળવારથી ગુમ છે. મુશળધાર વરસાદને કારણે ઘર તરફ જઈ રહેલો માધવ ઘરે પહોંચ્યો ન હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK